ગુજરાત

gujarat

ETV Bharat / city

Vadodara Writer : વડોદરા શહેરમાં નાની વયના બાળકે પુસ્તક લખી નવા પાથરણા પાથર્યા - Vadodara Small age Writer

ગુજરાતની ધીંગી ધરાએ એક બાદ એક અદ્ભુત લેેખકો આપ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં નાની વયનો (Vadodara Writer) એક લેખક સામે આવ્યો છે. આ બાળકે ઇંગ્લીશમાં 100 પાનાની (Writer Mit Gupta) બુક લખી છે. જે બુકનું નામ (Little Grown Ups in Lions Den) "લિટલ ગ્રોન અપ્સ ઇન લાયન્સ ડેન" છે. આ બાળકને વાંચનથી લઈને પુસ્તક કઈ રીતે લખ્યું જાણો સુંદર કહાની..

Vadodara Writer : વડોદરા શહેરમાં નાની વયના બાળકે પુસ્તક લખી નવા પાથરણા પાથર્યા
Vadodara Writer : વડોદરા શહેરમાં નાની વયના બાળકે પુસ્તક લખી નવા પાથરણા પાથર્યા

By

Published : May 23, 2022, 12:23 PM IST

વડોદરા : વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતા 8 વર્ષીય મીત ગુપ્તાએ ઈંગ્લીશમાં (Vadodara Writer) 100 પાનાની બુક લખી છે. મીત દ્વારા આ બુકને "લિટલ ગ્રોન અપ્સ ઇન લાયન્સ ડેન" (Little Grown Ups in Lions Den) શીર્ષક આપ્યું છે. જેને લઈને તે શહેરનો નાની વયનો લેખક (Child Author) બન્યો છે. તેની માતા ઝરણા ગુપ્તાએ કહ્યું હતું કે, મીત જ્યારે 2 વર્ષનો હતો, ત્યારથી હું તેને દરરોજ વિવિધ બાળ વાર્તાઓ તેમજ પશુ - પ્રાણીઓની સ્ટોરી વાંચીને સંભળાવતી હતી. જેનાથી તેને વાંચનનો શોખ ઉદ્દભવ્યો હતો. જે વર્ષની ઉંમરમાં બાળકો શબ્દો વાંચતા શીખે છે, ત્યારે મીતે પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું હતું.

આ બાળકે ઇંગ્લીશમાં 100 પાનાની લખી બુક

આ પણ વાંચો :World Book Day 2022 : જાણો ક્યાં થયું સુવિધાસભર આધુનિક ટેકનોલોજી સાથે ડિજિટલ પુસ્તકાલયનું લોકાર્પણ

રોજ એક પુસ્તક વાંચી જાય - મીતની માતાએ જણાવ્યું હતું કે, લોકડાઉનમાં તેનો વાંચનનો (Vadodara Small age Writer) શોખ વધુ ખીલ્યો હતો. રોજે રોજ એક પુસ્તક વાંચી જાય છે, ત્યારબાદ મેં તેને પુસ્તક લખવા માટે પ્રેરિત કર્યો હતો. અમે દર વર્ષે મીતને વેકેશનમાં વિવિધ પર્યટન સ્થળોની મુલાકાત કરાવીએ છે. જેમાં કોરોના પહેલાં અમે ગીરના જંગલોમાં ગયા હતા. જ્યાં તેણે પ્રવાસ દરમિયાન જે જોયું અને અનુભવ્યું તેને પોતાની કલ્પના શક્તિમાં ઢાળીને 4 લાઈનની નોટબુકમાં પેન્સિલથી આખી બુક લખી હતી. ત્યારબાદ અમે તેમાં જરૂરી સુધારા-વધારા કરીને (Little Grown Ups in Lions Den) તેને પબ્લિશ કરાવી હતી.

આ પણ વાંચો :Boris Johnson Gujarat Visit: ગાંધી આશ્રમે બોરિસ જોન્સનને 'ગાઈડ ટુ લંડન' પુસ્તક ભેટમાં આપી

પુસ્તક લખતા કેટલો સમય લાગ્યો હતો -આ બુકમાં તેણે 7 ચેપ્ટરમાં દીવના પાંચ છોકરાઓની વાત, ગીરના જંગલોમાં સહેલાણીઓના મનોરંજન માટે રાત્રે અવૈદ્ય રીતે થતાં સિંહના નાઈટ શો, કલચર, રહેણી-કરણી વગેરે બાબતોનો ઉલ્લેખ કર્યો છે. આ પુસ્તક લખતા તેને 6 થી 8 મહિનાનો સમય લાગ્યો હતો. હાલમાં મીત નવરચના સ્કૂલમાં અભ્યાસ કરે છે. મીતને બાળ સાહિત્ય સહિત સામાન્ય જ્ઞાન, પૌરાણિક, ધાર્મિક તેમજ અન્ય વિદેશી લેખકોની પુસ્તકો (Author in Gujarat) વાંચવાનો પણ ઘણો જ શોખ છે.

ABOUT THE AUTHOR

...view details