ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં રાજવીઓ માટે આભૂષણો અને જવેલરીનું પ્રદર્શન યોજાશે - આભૂષણો અને જવેલરીનું પ્રદર્શન યોજાશે

વડોદરા: તમે એવું સાંભળ્યું હશે કે રાજવી પરિવાર દ્વારા દુનિયાની કિંમતીમાં કિંમતી વસ્તુઓ ખરીદવાની વાત સામે આવે છે પરંતુ કોઈ રાજવી પરિવાર દ્વારા પહેરવાના કપડા કે ખાવાની મીઠાઈ જેવી વસ્તુઓનો વેપાર કરતા હોય એવું સાંભળ્યું છે ??? તમારો જવાબ હશે ના પરંતુ વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે અલગ અલગ રાજવી પરિવારો દ્વારા પ્રદર્શન રાખવામાં આવ્યુ છે.

Laxmi vilas palace

By

Published : Oct 3, 2019, 11:18 PM IST

આ પ્રદર્શનમાં દેશના અલગ અલગ 35 રાજવી પરિવાર દ્વારા વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે પોતાની આર્ટ વર્ક,ગાર્મેન્ટ્સ, ફૂડ ,ડાયમંડ વગેરે જેવા અલગ અલગ પ્રકારના વેપારને લઈને એક્ઝિબિશન કરવામાં આવેલ છે ત્યારે રાજ્યમાં પ્રથમ વખત આ પ્રમાણે વડોદરા લક્ષ્મી વિલાસ પેલેસના કેમ્પસમાં આકારના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

વડોદરામાં રાજવીઓ માટે રોયલ લુક ધરાવતા આભૂષણો અને જવેલરીનું પ્રદર્શન યોજાશે

આ બાબતે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે વડોદરા મહારાણી રાધિકા રાજેની ઉપસ્થિતિમાં શુક્રવારથી શરૂ થનાર એક્ઝિબિશન માટેની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details