વડોદરાશહેરના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા (Drinking water problem in Vadodara) સર્જાય છે. કેટલીય જગ્યાએ પીવાનું પાણી દૂષિત (Drinking water contaminated) મળી રહ્યું હોવાની બૂમો પડી રહી છે. ક્યાંક નાગરિકોને પીવાનું પાણી વેચાતું લેવું પડે છે. ત્યારે સમા વિસ્તારમાં આવેલા મામલતદાર કચેરી (Mamlatdar office in Sama area in Vadodara) સામે છેલ્લા ત્રણ દિવસથી પીવાના પાણીની લાઈનમાં લીકેજ (Leakage in drinking water line) છે. આ પીવાનું પાણી સીધેસીધું ગટરમાં (Drinking water flows directly into drain) વહી જઈ રહ્યું છે.
વડોદરામાં તંત્રની ઘોર બેદરકારી હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ
વડોદરામાં વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. જેમાં કેટલાક જગ્યાએ પીવાનું પાણી દૂષિત મળી રહ્યું છે. જેથી લોકોને વેચાતું પાણી લેવું પડે છે. સમા વિસ્તારમાં આવેલા મામલતદાર કચેરી સામે પાીવાની લાઈનમાં લીકેજ છે. જેથી આ પાણીનો સ્ત્રોત ગટરમાં વહી વેડફાટ (Vadodara wastage of drinking water) થાય છે.
મ્યુનિસિપલ કમિશનર આક્ષેપસમા વિસ્તારના રોડ રસ્તા પરથી અનેક સરકારી બાબુઓ અને નેતાઓની અવર જવર છે, પરંતુ કોઈ પણ અહીં પાણી વહી રહ્યું છે. તે બાબતે સજાગ નથી. પાલિકાના કમિશનરને વારંવાર જણાવવામાં આવ્યું છે કે, અહીં પાણી લીકેજ થઈ રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર (Commissioner of Vadodara Municipality) પણ ધ્યાન ન આપતા હોવાનો આક્ષેપ પણ થયા છે. ઉપરાંત સ્થાનિક વહીવટી વોર્ડના અધિકારીઓ (Officers of Local Administrative Wards) પણ લીકેજ બંધ કરવા કોઈ પગલાં લેતું નથી જેને પગલે કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર ને જલસા પડી ગયા છે.
પીવાના પાણીનો વેડફાટસમા વિસ્તારમાં પાણીની લાઇનમાં લીકેજને કારણે હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. શુદ્ધ પાણીસીધું ગટરમાં વહી રહ્યું છે. આમ પણ પાલિકા નાગરિકોને દિવસ એક ટાઈમ પણ પૂરતા પ્રેસરથી પાણી પૂરું પાડતી નથી. છાસવારે લોકોને પાણી કાપનો સામનો કરવો પડે છે. તંત્રના વાંકે હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ (Vadodara wastage of drinking water) થઈ રહ્યો છે. તેના માટે જવાબદાર કોણ તે પણ એક સવાલ છે.