ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાના વ્યાજખોરોએ બે યુવકો પર કર્યો હુમલો, એકને હોસ્પિટલ ખસેડાયો - વડોદરામાં વ્યાજખોરોનો હુમલો

વડોદરાના આજવારોડ પર એક સમાજના લોકોએ ઉઘરાણી બાબતે અપશબ્દો બોલી હુમલો કર્યો હતો. જેમાં 2 યુવાનોને ઈજા પહોંચી હતી. જેમાંથી એક યુવાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વડોદરાના વ્યાજખોરોએ બે યુવકો પર કર્યો હુમલો
વડોદરાના વ્યાજખોરોએ બે યુવકો પર કર્યો હુમલો

By

Published : Dec 21, 2020, 3:04 PM IST

Updated : Dec 21, 2020, 3:23 PM IST

  • વ્યાજખોરોએ ઉઘરાણી માટે યુવક પર કર્યો હુમલો
  • 2 યુવાન ઈજાગ્રસ્ત
  • 1ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો
    વડોદરાના વ્યાજખોરોએ બે યુવકો પર કર્યો હુમલો

વડોદરાઃ શહેરના આજવારોડ પર એક સમાજના લોકોએ ઉઘરાણી બાબતે અપશબ્દો બોલી હુમલો કર્યો હતો. જેમાં 2 યુવાનને ઈજા પહોંચી હતી. જેમાંથી 1ને સારવાર અર્થે ખાનગી હોલ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવ બન્યા બાદ પોલિસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

વ્યાજખોરોએ હુમલો કર્યો

વડોદરામાં ફરી વ્યાજખોરોએ માથું ઉંચક્યું

ઊંચા વ્યાજે રૂપિયા ધીરતા લોકોએ ઉઘરાણી બાબતે હિંસક હુમલો કર્યો હોવાનો બનાવ બાપોદ પોલીસ મથકે નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉના પોલીસ કમિશ્નરે વ્યાજખોરો સામે શરૂ કરેલી ઝુંબેશને કારણે થોડા સમય પૂરતો આવા તત્ત્વો ઉપર અંકુશ આવ્યો હતો, પરંતુ પોલીસ કમિશ્નર બદલાતાં જ આવા તત્ત્વો ફરીથી બેફામ બન્યા છે.

વ્યાજખોરોએ હુમલો કર્યો

વ્યાજ સહિત રૂપિયા પરત કરી દીધા હોવા છતાં હુમલો

વડોદરાના આજવા રોડ પૂનમનગર ખાતે રહેતા આનંદ સરાણિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મિત્ર દીપકે અમૂક લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જે વ્યાજ સહિત પરત કરી દીધા હોવા છતાં લાકડીઓ અને મારક હથિયારો લઈને રવિ ઉર્ફે લાલો, બેચર, જમ્મુ અને સવોએ અપશબ્દો બોલી હુમલો કર્યો હતો. આ દરમિયાન વચ્ચે છોડાવવા પડેલા આનંદભાઈને આ લોકોએ લાકડીઓ અને મારક હથિયારો મારી હુમલો કરતાં તે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વ્યાજખોરોએ હુમલો કર્યો
Last Updated : Dec 21, 2020, 3:23 PM IST

ABOUT THE AUTHOR

...view details