- કોરોનાકાળમાં નિષ્ફળ ગઈ છે સરકાર
- સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી ગઈ છે
- લોકવિરોધી કાયદાઓ પાછા લે સરકાર
વડોદરા :કોરોનાના કપરાકાળમાં લોકોને મદદરૂપ થવા મહામારીમાં લોકોની સારવાર સારવાર અંગે તથા સરકાર દ્વારા લોકવિરોધી કાયદાઓ પરત ખેંચવાની માગ સાથે સંયુક્ત કામદાર સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને રજુઆત કરવામાં આવી હતી.
સરકાર તેમની જવાબદારીમાંથી છટકી ગઈ છે
સરકાર કોરોનાગ્રસ્તને વ્હારે આવવાને બદલે આરોગ્યલક્ષી જવાબદારીમાંથી છટકી ગયા છે અને દેશના નાગરીકોને વેકસીન આપવાની વાત હોય , બિમારોને ઓકસીજન , પથારી , જીવન જરુરી દવાઓ ત્યાં સુધી તેમની અંતિમ વિધિમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. સરકારનું વલણ જાણે કે માત્રને માત્ર કોર્પોરેટ ઉદ્યોગગૃહોને અને ખાનગી દવાખાનાઓને બેફામ નફા કરાવવા માટેની હોય તેવા આક્ષેપ સયુંકત કામદાર સમિતિ અને સયુંકત ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા કરવામાં આવ્યા છે.વડોદરા શહેરના અગ્રણીઓએ બુધવારે જીલ્લા કલેક્ટર કચેરી ખાતે બેનરો,પોસ્ટરો સાથે દેખાવો કરી સરકાર દ્વારા લોક વિરોધી કાયદાઓ પરત ખેંચવા માંગ કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.
વડોદરા: કોરોના કાળમાં સરકાર નિષ્ફળ ગઈ છે દેશ બેરોજગારી તરફ ધકેલાયો
કામદાર સમિતિના અગ્રણીઓએ જણાવ્યું હતું કે દુભાગ્ય પુર્ણ રીતે ભારત સરકાર આ મહામારીના સમયે 4 લેબર કોડ ,3 ખેતી વિષયક કાયદાઓ , ઈલેકટ્રીસીટી બીલ -2020 , નવી શિક્ષણનિતિ તથા બેફામ ખાનગીકરણ માટે ઉપયોગ કરી રહયા છે.આ સમય દરમ્યાન સરકાર જીએસએનએલ , બીપીસીએલ , રેલ્વે , બંદરો , કોલસાની ખાણો , એર પોર્ટ , જેન્ડ , ઈસ્યુરન્સ જેવા અસંખ્ય નફો કરતા સરકારી સાહસોનું ખાનગીકરણ કરી રહયા છે.આ બધાના કારણે એકતરફ દેશ ભયંકર મંદીમાં ઘકેલાઈ રહયો છે.અને બીજી તરફ બેરોજગારીમાં ભયંકર વધારો થઈ રહયો છે.
આ પણ વાંચો : વડોદરા મહાનગરપાલિકામાં વિપક્ષી નેતાની નિયુક્તિ નહિ કરતા વિવાદ
જરૂરી પગલા ભરવાની જરૂર
આ મહામારીના સમયમાં જયારે અસંગઠીત કામદારો, સ્થળાંત્રીત કામદારો તથા શહેરી અને ગ્રામીણ ગરીબ લોકોને તેમના જીવને બચાવવા અનાજ,આર્થિક સહાય તથા રોજગારી આપવા માટે પગલાં ભરવાની જરુર હતી અને દેશના માલેતુજારો પાસેથી ટેકસની વસુલાત કરી અને એફ.સી.આઈ.માં રહેલ અનાજના જથ્થાનો ઉપયોગ કરવાની જરુર હતી ત્યારે સરકાર આ બાબતોમાં સંપુર્ણ પણે લકવાગ્રસ્ત સાબીત થઈ છે.
6 મહિનાથી ખેડુતો આંદોલન કરી રહ્યા છે
છેલ્લા 6 મહિનાથી એકતરફ ખેડુતો તમામ પ્રકારની કુદરતી આફતો સહન કરીને આંદોલન કરી રહયા છે ત્યારે સરકાર ટસની મસ થતી નથી અને સને -2014 ના 26 મે ના રોજ દેશના વડાપ્રધાને શપથગ્રહણ કરી જયારે સત્તા સંભાળી ત્યારથી આજદીન સુધી લોકશાહીને રુંધતા એક પછી એક જે લોકવિરોધી પગલાં ભરવામાં આવી રહયા છે તેના કારણે દેશની જનતા ગળ સુંધાઈ રહેવાનો અહેસાસ કરી રહી છે તેથી અમે દેશના તમામ ટ્રેડ યુનિયનો આજના દિવસને " કાળો દિવસ " તરીકે મનાવી રહયા છે.સાથેસાથે ખેડુતોનું જે ન્યાય સંગત આંદોલન છેલ્લા 6 માસથી ચાલી રહ્યું છે તેને ટેકો જાહેર કર્યો છે.
પરિવારોને રાશન આપવાની માગ
આ ઉપરાંત તમામ નાગરીકોને મફત રસી માપવા માટે જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવી, દેશના તમામ સ્તરે સરકાર દ્રારા ચાલતી સરકારી આરોગ્ય વ્યવસ્થાને મજબુત કરો,તમામ કુટુંબોને મફત અનાજ અને દર મહિને રૂપિયા.7,500ની રોકડ , સબસીડી કે જે કામદારો બેરોજગાર બન્યા છે તે તમામની તાત્કાલીક સહાય તરીકે ચુકવી આપવા જરૂરી કાર્યવાહી કરવી,ખેડુત વિરોધી 3 કાયદાઓ તાત્કાલીક અસરથી રદ કરવા વિજળી કાયદામાં નાગરીકો વિરુદ્ધ જે સુધારાઓ કરવામાં આવેલ છે તે સુધારાઓ વિજળી બીલ -2021 પાછો ખેંચો,લધુતમ ટેકાના ભાવ આપવા માટે કાયમી પ્રકારનો કાયદો ઘડવો,કામદાર વિરોધી જે 4 કાયદાઓ બનાવ્યા છે તે તમામ તાત્કાલીક અસરથી પાછા ખેંચો અને તાત્કાલીક ભારતીય મજુર સંમેલન બોલાવો તેમજ સરકારી કંપનીઓ ,કોર્પોરેશનો નિગમોનું અને રેલ્વેનું ખાનગીકરણ તાત્કાલીક બંધ કરવાની માંગણી કરી હતી.