- રસ્તે રઝળતા પ્રાણીઓ સાથે થઈ રહી છે ક્રુરતા
- કમ્પાઉન્ડમાં કુતરાને લાકડી મારીને ભગાવતા સામે ફરીયાદ
- પોલીસે મામલાની તપાસ હાથ ધરી
વડોદરા: શહેરમાં પાલતું પ્રાણીઓ સાથે શહેરવાસીઓ દ્વારા કરવામાં આવતા દુર્વ્યવહારની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. શહેરના સમા વિસ્તારમાં એક આધેડે કમ્પાઉન્ડનો ગેટ બંધ કરીને બે હાથોમાં લાકડી રાખી કુતરાને માર મારવાની ઘટના સામે આવતા પ્રાણીપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો. આખરે જીવદયા માટે કામ કરતી સંસ્થા દ્વારા આધેડ વિરૂદ્ધ ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી.
વડોદરામાંકુતરાને દોડાવીને માર મારવામાં આવ્યો હું કુતરુ કરડવાની રાહ ના જોઉ
પીપલ્સ ફોર એનીમલ સંસ્થાના વોલંટીયર શ્રેયા શુક્લાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, સંસ્થાના વોટ્સએપ ગૃપમાં કુતરાને માર મારવામાં આવતો હોવાની ઘટના સામે આવી હતી. મામલે તપાસ કરતા સમા વિસ્તારમાં આવેલા ઘનશ્યામ ફ્લેટમાં રહેતા પ્રશાંતભાઇ અરવિંદભાઇ દુર્ગવાડકરે કમ્પાઉન્ડનો ગેટ બંધ કરીને કુતરાને દોડાવીને દોડાવીને લાકડી લઇને માર મારતા નજરે પડ્યા હતા. વોલંટીયરે ઘટનાની તપાસ કરીને પ્રશાંત સુધી પહોંચ્યા હતા. તેની સાથે વાત કરતા તેણે ઉદ્ધત જવાબ આપ્યો કે, તમારાથી જે થાય લિગલ કાર્યવાહી કરો, હું કુતરાના કરડવાની રાહ ના જોઉં આખરે સંસ્થાના વોલંટીયરે પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. પોલીસે પ્રશાંક દુર્ગવાડકર સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : પંચમહાલના મોરવા હડફમાં હડકાયું કુતરુ કરડતા 2નાં મોત