ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા: ટીમ રેવોલ્યુશન દ્વારા 44 મૃતકોની અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું

કોરોનાકાળમાં કેટલાય લોકો પોતાના સ્નેહિજનોના અસ્થિ વિસર્જન કરવા નથી જઈ શક્યા. વડોદરામાં ટીમ રેવોલ્યુશન દ્વારા 44 મૃતકોના અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું હતુ.

xx
વડોદરા: ટીમ રેવોલ્યુશન દ્વારા 44 મૃતકોની અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું

By

Published : Jun 8, 2021, 12:16 PM IST

  • ટીમ રેવોલ્યુશન સમાજની દરેક આપદામાં હાજર
  • 44 મૃતકોના અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા
  • આ સેવાનો પહેલા ભાજપ દ્વારા શરૂ કરવામાં આવી હતી

વડોદરા : શહેર અને જીલ્લામાં અનેક લોકોએ કોરોના (Corona)ના કારણે જીવ ગુમાવ્યા છે. વળી ક્યાંક એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે.જેમાં કેટલાક મૃતકોની અસ્થિ વિસર્જન થઈ શકી નથી. આવા સમયે વડોદરા ટિમ રીવોલ્યુશનના યુવાનો આગળ આવ્યા છે. કોરોનામાં મૃત્યુ પામેલા 44 મૃતકોની અસ્થિઓ લઈ ટિમ રિવોલ્યુશનના યુવાનો હરિદ્વાર ખાતે ગંગા નદીમાં અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું.

સમાજની દરેક આપદામાં હાજર

કોરોનામાં મૃત્યુ પામેલા 44 જેટલા મૃતકોની અસ્થિઓનુ ગંગાજીમાં ખાતે વિધિવત રીતે વિસર્જન કરવા માટે વડોદરાની ટીમ રિવોલ્યુશનના સભ્યો દ્વારા હરિદ્વારમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. સમાજની કોઈ જવાબદારી લેવાનો અવસર આવ્યો છે, ત્યારે ટીમ રિવોલ્યુશનના યુવાનો જવાબદારી લેવા આગળ આવ્યા છે. ફ્રી સેનિટાઇઝિંગ હોય,સરકારી હોસ્પિટલમાં ચા,પાણી, નાસ્તા અને જમવાનું હોય,પ્લાઝ્માની જરૂર હોય,ગરીબ જરૂરિયાત મંદ લોકોને દવાની કે પછી ઘરના રેશન કીટની જરૂર હોય,હોસ્પિટલમાં જવા આવવા એમ્બ્યુલન્સની જરૂર હોય કે સ્મશાનમાં જવા શબવાહિનીની જરૂર હોય હંમેશા ટીમ રિવોલ્યુશનના યુવાનો તુરંત પોતાની જવાબદારી સ્વીકારીને કાર્ય કરતા આવ્યા છે.વડોદરા શહેર તેમજ તાલુકના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી કોરોનામાં મૃત્યુ પામેલા 44 જેટલા મૃતકોની અસ્થિ મેળવી ટીમ રિવોલ્યુશનના અગ્રણી સ્વેજલ વ્યાસ સહિત યુવા કાર્યકરો હરિદ્વાર ગંગામૈયાના સાનિધ્યમાં તમામ ધાર્મિક પૂજા વિધિ સાથે 44 અસ્થિ કળશ વિસર્જન કરવામાં આવી હતી.

વડોદરા: ટીમ રેવોલ્યુશન દ્વારા 44 મૃતકોની અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું

આ પણ વાંચો : ખરા સમયે સેવા એ જ સાચી સેવા- સુરત સિવિલના લેબ ટેકનિશ્યન સ્ટાફે કહેવતને સાર્થક કરી

પહેલા ભાજપ દ્વારા સેવા

આ પહેલા પણ શહેર ભાજપ દ્વારા અસ્થિઓ એકત્ર કરી નદીઓમાં વિસર્જન કરવામાં આવી હતી.જોકે ત્યારબાદ સેવાકીય પ્રવૃત્તિ બંધ થતાં અનેક મૃતકોની અસ્થિઓ વિસર્જન કરવામાં આવી ન હતી.જેથી ટિમ રિવોલ્યુશન દ્વારા આવા પરિવારજનો માટે મદદરૂપ બની અસ્થિઓ પવિત્ર ગંગા નદીમાં વિસર્જિત કરવાનું બીડું ઉપાડ્યું હતું.

આ પણ વાંચો : સુરતની સંસ્થાએ ભુખ્યા અને જરૂરિયાતમંદો માટે હોસ્પિટલમાં ચાલું કરી નિઃશુલ્ક ભોજન સેવા

ABOUT THE AUTHOR

...view details