ગુજરાત

gujarat

ETV Bharat / city

Vadodara sweety patel case: PI અજય દેસાઈને FSL ટેસ્ટમાં ભાવનાત્મક સવાલો પુછાયા - Sweety patel case

કરજણથી ગુમ PI અજય દેસાઈના પત્ની સ્વીટી પટેલના કેસની તપાસ જિલ્લા પોલીસના હાથમાંથી સરકી ગઈ હતી. આજે ગાંધીનગર DFS ખાતે PI દેસાઈનો નાર્કોટેસ્ટ શરૂ થયો છે.

વડોદરા સ્વીટી પટેલ ગૂમ કેસ
વડોદરા સ્વીટી પટેલ ગૂમ કેસ

By

Published : Jul 20, 2021, 5:57 PM IST

  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને dysp કક્ષાના અધિકારી સમગ્ર કેસની કરાશે તપાસ
  • સ્વીટી પટેલ ગમ કેસ શંકાના ઘેરામાં રહેલા PI અજય દેસાઈને FSL ટેસ્ટમાં ભાવનાત્મક સવાલો પુછાયા
  • સીડીઆર રેકોર્ડ અને સીસીટીવી ફૂટેજ સહિતની વિગતો નવા ઇન્વેસ્ટિગેશન ઓફિસર દ્વારા એકત્ર કરાશે

વડોદરા: કરજણથી ગુમ PI અજય દેસાઈ(ajay desai)ના પત્ની સ્વીટી પટેલના કેસની તપાસ જિલ્લા પોલીસના હાથમાંથી સરકી ગઈ હતી. આજે ગાંધીનગર DFS ખાતે PI દેસાઈનો નાર્કોટેસ્ટ શરૂ થયો છે. બીજી તરફ સ્વીટી પટેલ કેસની તપાસના કેસ કાગડીયા ઈન્વેસ્ટિગેશન ઓફિસર સંભાળશે. PI અજય દેસાઈ(ajay desai) ની પત્ની સ્વીટી પટેલ ગુમ થઈ જવાના કેસની તપાસ માત્ર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (crime branch)કરશે અને dysp કક્ષાના અધિકારી સમગ્ર કેસની તપાસ કરશે. ગુજરાત એટીએસ માત્ર ટેકનિકલ સપોર્ટ કરશે. આ ઉપરાંત PI અજય દેસાઈનો ગાંધીનગર FSLમાં નાર્કોટેસ્ટ(narkotest) આજે પૂર્ણ થશે.

સ્વીટી પટેલ કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસને સોંપવાનો આદેશ કરાયો

રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા(Home Minister Pradipsinh Jadeja)એ જિલ્લાના બહુચર્ચિત સ્વીટી પટેલ કેસની સંયુક્ત તપાસ ગઈકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસને સોંપવાનો આદેશ કર્યો હતો. ગાંધીનગરથી આ પ્રકરણમાં અમદાવાદ પોલીસ કમિશનર અને વડોદરા ગ્રામ્યના એસપીને સત્તાવાર જાણ કરવામાં આવશે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ કેસના ઈન્વેસ્ટિગેશન ઓફિસર dysp કલ્પેશ સોલંકી પાસે તપાસના કાગળિયા અને કેસને લગતી નાની-મોટી વિગતો મેળવશે.

ડોક્ટર સહિતની ફોરેન્સિક ટીમે આ કેસ સંદર્ભે કેટલાક ભાવનાત્મક સવાલો અજય દેસાઈને કર્યા હતા

અત્યાર સુધી કેટલી તપાસ થઈ, કઈ દિશામાં તપાસ કરાઇ, કેટલા વ્યક્તિઓની પૂછપરછ થઈ સીડીઆર રેકોર્ડ અને સીસીટીવી ફૂટેજ સહિતની વિગતો નવા ઈન્વેસ્ટિગેશન ઓફિસર દ્વારા એકત્ર કરવામાં આવશે. આજે ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબ ખાતે અજય દેસાઈનો નાર્કોટેસ્ટ કરવામાં આવ્યો હતો. ડોક્ટર સહિતની ફોરેન્સિક ટીમે આ કેસ સંદર્ભે કેટલાક ભાવનાત્મક સવાલો PI અજય દેસાઈ(ajay desai) ને કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આજે પણ FSL દ્વારા SDS ટેસ્ટ પોલિગ્રાફ અને ડીએનએ ટેસ્ટના રિપોર્ટ પોલીસને આપવામાં આવ્યો નથી.

ABOUT THE AUTHOR

...view details