- જરૂરિયાત મંદ હોમ કોરન્ટાઇન વ્યક્તિઓ માટે સવાર-સાંજ બન્ને સમય ટિફિન સેવા આપવામાં આવે છે
- મંદિરનો બધા માટે એક સંદેશો છે માનવ છો તો માનવને કામ આવો
- વહેલી સવારથી જ સત્સંગી તેમજ ભક્તો દ્વારા દર્દીઓ માટે શુધ્ધ ભોજન તૈયાર કરવામાં આવે છે
વડોદરાઃવાઘોડિયા ડભોઇ રિંગ રોડ ગુરુકુળ સર્કલ પાસે આવેલા સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય દર્શનવલ્લભ સ્વામીની નિગરાનીમાં ચાલતા નિ:શુલ્ક ટિફિન સેવામાં સંત, ભક્તો અને યુવાનો દ્વારા હોમ ક્વોરન્ટાઇન થયેલા શહેરના લોકો જેમના સ્વજન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘરમાં કોઈ ભોજન બનાવી શકે એવી વ્યક્તિ ન હોય તેવા જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે સવાર-સાંજ બન્ને સમય માટે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃધારપુર સિવિલ હોસ્પિટલમાં સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરાઇ શરૂ
દરરોજ બપોરે અને સાંજે 300થી વધુ ટિફિન સેવા પૂરી પાડવામાં આવી રહી છે
શહેરના વાઘોડિયા રોડ, માંજલપુર, હરણી રોડ, મકરપુરા અને તરસાલી વિસ્તારમાં દરરોજ બપોરે અને સાંજે 300થી વધુ ટિફિન સેવા પૂરી પાડવામાં આવી રહી છે. ટિફિન સેવા માટે વહેલી સવારથી જ સત્સંગી તેમજ ભક્તો દ્વારા દર્દીઓ માટે શુધ્ધ ભોજન તૈયાર કરવામાં આવે છે.