વડોદરાઃવડોદરામાં આવેલા ચાણક્યપુરી પાસે આવેલા રાધાકૃષ્ણ ફ્લેટમાં મિત્રના ઘરે પાર્ટીમાં ગયેલા સૈન્યનિવૃત જવાનના પુત્રનો મૃતદેહ (Dead body Detection from Flat) મળી આવતા અનેક મુદ્દાઓ પર ચર્ચા શરૂ થઈ છે. આ કેસમાં પોલીસને આશંકા (Vadodara police Drug Case Suspected) છે કે, મિત્રોના ઘરે ડ્રગ પાર્ટી (Drug Party in Vadodara) થઈ હોવી જોઈએ. રાધાકૃષ્ણ ફ્લેટમાં રહેતા બલજિતસિંહ રાવતના ઘરે એના મામા કૈલાશ ભંડારી તથા નેહા ભંડારી ભેગા થયા હતા. જ્યારે મિત્ર વિવેક અશોકકુમાર કરન પણ (Vadodara Drug Case) આવ્યો હતો. જે અમદાવાદમાં નોકરી કરે છે અને વડોદરામાં રહે છે. આખી રાત પાર્ટી કર્યા બાદ તે ત્યાં ઊંઘી ગયો હતો.
આ પણ વાંચોઃ જાણો, દરિયાઈ સીમા પર દુશ્મનોને ધૂળ ચટાડતી ભારતીય કોસ્ટગાર્ડની ટીમની કામગીરી
સવારે ઊઠ્યો જ નહીંઃવહેલી સવારે જ્યારે બધા જાગી ગયા પણ વિવેક ઊઠ્યો જ નહીં. પછી 108ને કોલ કરતા એટન્ડન્ટે એને મૃત જાહેર કર્યો છે. આ અંગે પોલીસને જાણ થતા પોલીસ ટીમ યુદ્ધના ધોરણે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી દીધો હતો. જોકે, મૃતકના શરીરમાંથી કેફી દ્રવ્યો, ઝેરી પ્રવાહી તથા ડ્રગ્સની હાજરી હોવાની પોલીસને આશંકા છે. જોકે, વિવેકનો વિશેરા રીપોર્ટ આવ્યા બાદ હકીકત સામે આવશે. હાલ તો ડૉક્ટર્સનો એવો અભિપ્રાય છે કે, કેફી દ્રવ્યોના ઓવરડોઝને કારણે મૃત્યું થયું છે.
બ્લડ રીપોર્ટઃપોલીસે વિવેક સાથે રહેલા કૈલાશ ભંડારી, નેહા અને બલજીતના બ્લડ રીપોર્ટ કઢાવ્યા છે. આ ત્રણેય વ્યક્તિની આકરી પૂછપરછ ચાલી રહી છે. બલજીત સામે આ પહેલા પણ ગુનો નોંધાયેલો છે. જે મૂળ વાઘોડિયા રોડ પર ખાણી પીણીનો ધંધો કરે છે. નેહા એની ખાસ મિત્ર છે. વિવેક સાથે એની ખાસ અને જૂની મિત્રતા હતી. જ્યારે વિવેક સવારે ઊઠ્યો નહીં તો નેહાએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. એ પછી વિવેકની માતાને પણ કોલ કરવામાં આવ્યો હતો. વિવેકના પિતા નિવૃત આર્મી ઓફિસર છે. વિવેકે એમ.બી.એ કર્યું હતું. નોકરી છોડીને તે વડોદરા આવી ગયો હતો.