વડોદરા: રશિયાએ યુક્રેન પર હુમલો (Vadodara Students In Ukraine) કરી દેતા વડોદરાના 4 વિદ્યાર્થીઓ યુક્રેનમાં અટવાયા છે. તેઓ આજે ફ્લાઇટમાં ભારત આવવા રવાના થવાના હતા. એરપોર્ટ પર અટવાયા બાદ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી (Indian Students In Ukraine University) પરત લઇ જવાયા છે. આ મુદ્દે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, યુક્રેનમાં વડોદરાના 4 વિદ્યાર્થીઓ અટવાયા છે.
વિદ્યાર્થીઓ આજે દિલ્હી આવવાના હતા
તેમણે જણાવ્યું કે, આ વિદ્યાર્થીઓ આજે ફ્લાઇટમાં દિલ્હી (Ukraine To Delhi Flights) આવવાના હતા, પરંતુ જ્યારે વિદ્યાર્થીઓ એરપોર્ટ પહોંચ્યા ત્યારે હુમલાની સ્થિતિ (Ukraine Russia War 2022)ને કારણે ફ્લાઇટ રદ (Ukraine To Delhi Flight Cancel) કરી દેવામાં આવી હતી. તમામને બસમાં પરત તેમની યુનિવર્સિટીએ લઇ જવામાં આવ્યા છે. યુક્રેનમાં અટવાયેલા વડોદરાના આ 4 વિદ્યાર્થીઓના નામ અદિતી પંડ્યા, વિશ્વા, મહાવીર સિંહ અને દેવ શાહ છે. ભારતના વિદેશ મંત્રાલય અને એમ્બેસીને આ વિદ્યાર્થીઓની વિગત આપવામાં આવી છે.
આ પણ વાંચો:Gujarati trapped in Ukraine : રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના સંપર્કમાં, તમામને પાછા લાવવાનો પ્રયાસ