વડોદરા : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું (STD 12 Commerce Result declared) જાહેર થયું છે. સમગ્ર રાજ્યના પરિણામમાં વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ (Vadodara STD 12 Result) આવ્યું છે. પરિણામ ઓછું આવવાની પાછળ શિક્ષકોને વિદ્યાર્થીઓને ઓછો સમય મળ્યો હોવાની વાત કરી રહ્યા છે. સાથે વડોદરા જિલ્લાની વાત કરવામાં આવે તો A1 ગ્રેડમાં 48 વિદ્યાર્થીઓએ બાજી મારી છે, તો A2 માં 607 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે.
ધોરણ 12ના પરિણામ પછી કભી ખુશી કભી ગમ જેવો માહોલ આ પણ વાંચો :રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 86.91 ટકા આવ્યું, ડાંગ જિલ્લાએ મારી બાજી
13269 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી -વડોદરા જિલ્લામાં કુલ 13269 વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા (STD 12 Commerce Result Result) આપવામાં આવી હતી. વડોદરા શહેરએ શિક્ષણનું માધ્યમ ઉચ્ચ હોવા છતાં આ પ્રકારે પરિણામ જાહેર થતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. મહત્વની બાબત એ છે કે વડોદરા જિલ્લાના ડભોઇ કેન્દ્રનું સૌથી ઓછું 56.43 ટકા પરિણામ આવ્યું છે. વડોદરામાં સિનોર કેન્દ્રનું સૌથી વધુ 92.55 ટકા (STD 12 Commerce Result 2022) પરિણામ આવ્યું છે.
આ પણ વાંચો :ભણતર સાથે ગણતર પણ મહત્વનું : ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓ આ તારીખ સુધી નોંધણી કરાવી શકશે
વડોદરા સેન્ટ્રલ જેલ કેન્દ્રનું 100 ટકા પરિણામ -ધોરણ 12નું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ (STD 12 Commerce Result in Vadodara) વાલીઓ અને શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વડોદરા શહેરના કારેલીબાગ ખાતે આવેલી શ્રી નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પરિણામની ઉજવણી કરી હતી. શિક્ષકો મીઠાઈ ખવડાવી ઢોલ વગાડી ગરબા ગાઇને પરિણામની ઉજવણી કરી હતી. આ સાથે વડોદરા શહેરમાં સેન્ટર જેલ કેન્દ્ર નું 100 ટકા પરિણામ આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ક્યાંક પરિણામને લઈને ખુશી જોવા મળે છે તો ક્યાંક ગમ ભયો માહોલ સર્જાયો છે. પરંતુ તેની માત્ર કારણ મહેનત પર જતુ હોય છે