ગુજરાત

gujarat

ETV Bharat / city

Vadodara Sokhda Haridham Temple Controversy : આરોપી સંતો અને સેવકોને પ્રાઇવેટ કારમાં પોલીસ સ્ટેશન લવાયા - અનુજ ચૌહાણ સોખડ હરિધામ કેસ

સેવકને માર મારવાના આરોપી 5 સંત અને 2 સેવકને આજે ખાનગી કારમાં પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યાં હતાં. જેથી પોલીસ દ્વારા સંતોને વીઆઇપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી હોવાની (Vadodara Sokhda Haridham Temple Controversy) ચર્ચા છેડાઈ છે.

Vadodara Sokhda Haridham Temple Controversy : આરોપી સંતો અને સેવકોને પ્રાઇવેટ કારમાં પોલીસ સ્ટેશન લવાયા
Vadodara Sokhda Haridham Temple Controversy : આરોપી સંતો અને સેવકોને પ્રાઇવેટ કારમાં પોલીસ સ્ટેશન લવાયા

By

Published : Jan 19, 2022, 8:38 PM IST

વડોદરાઃ વડોદરા હરિધામ સોખડાના સંતોનો આંતરિક વિવાદ (Anuj Chauhan Sokhda Haridham Case) એટલી હદે વકર્યો કે હવે સંતોને પોલીસ સ્ટેશનના પગથિયા ચઢવાનો વારો આવ્યો છે. જે સંતોને ભગવાનની જેમ તેમના અનુયાયીઓ પૂજે છે, આજે આ દ્રશ્યો જોઇ તેમની આસ્થાને ઠેસ પહોંચી હશે. હરિપ્રસાદ સ્વામી દેવલોક પામ્યાતેજ દિવસથી મંદિરની ગાદી ( Sokhda Haridham Swaminarayan Temple Dispute) કોને સોંપાશે તેને લઇને ભારે ચર્ચાઓ જાગી હતી. જોકે એક જ મંદિરમાં બે જુથો હોવાથી ગાદીનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. જે વિવાદ (Vadodara Sokhda Haridham Temple Controversy) હવે ચરમસીમાએ પહોંચ્યો છે.

મોડી રાત્રે પોલીસ અનુજને લઇને હરિધામ સોખડા મંદિર ખાતે પહોંચી હતી

આરોપી સંતોને વીઆઈપી ટ્રીટમેન્ટ કોના ઇશારે

પોલીસ ફરિયાદ બાદ આજે સંતો અને સેવકો ખાનગી કારમાં પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. પોલીસ દ્વારા સંતોને વીઆઇપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. હવે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તેને પર સૌ કોઇની નજર (Vadodara Sokhda Haridham Temple Controversy) રહેલી છે. વડોદરા હરિધામ સોખડા મંદિરમાં સેવક અનુજ ચૌહાણને (Anuj Chauhan Sokhda Haridham Case) સંતો દ્વારા એકઠા થઇને માર મારવાનો વિડીયો વાયરલ થતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો હતો. ત્યાર બાદ અનુજ ચૌહાણે સંતો અને સેવકો વિરૂદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.

અનુજ અને તેના પિતા સોશિયલ મીડિયામાં વિડીયો મૂક્યો હતો

અનુજ ચૌહાણ (Anuj Chauhan Sokhda Haridham Case)અરજી આપ્યા બાદથી પોલીસની પહોંચથી દૂર હતો. તેણે તથા તેના પિતાએ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને પોતાની વાત લોકો સુધી પહોંચાડી હતી. મારામારીના વિવાદને બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના નિધન બાદ મંદિરમાં શરૂ થયેલી સત્તા મેળવવાની સોગઠાબાજીના (Vadodara Sokhda Haridham Temple Controversy) ભાગરૂપે વર્ણવવામાં આવી રહ્યો છે. ગતરોજ અનુજ ચૌહાણ પોલીસ સમક્ષ હાજર રહ્યો હતો. અને તેનો જવાબ લખાવ્યો હતો.

આ પણ વાંચોઃ Sokhada Haridham Case : વડોદરા હરિધામ સોખડામાં મારામારી મામલો, પોલીસ સમક્ષ અનુજ ચૌહાણ થયો હાજર

મંગળવારે મોડી રાતે પોલીસ સોખડા હરિધામ પહોંચી હતી

અનુજ ચૌહાણે જવાબ લખાવ્યા બાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રણવભાઇ આસોજ, મનહરભાઇ સોખડાવાળા, પ્રભુપ્રિય સ્વામી, હરી સ્મરણ સ્વામી, હરી સ્મરણ સ્વામી, ભક્તિ વલ્લભ સ્વામી, સ્વામી સ્વરૂપ સ્વામી, વિલર સ્વામી તમામ રહે સોખડા મંદિર સામે ગુનો નોંધાયો હતો. અને મોડી રાત્રે પોલીસ અનુજને લઇને હરિધામ સોખડા મંદિર ખાતે પહોંચી હતી. આજરોજ 5 સંતો અને 2 સેવકો પોતાની ખાનગી કારમાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સામાન્ય રીતે ફરિયાદ બાદ પોલીસની ગાડીમાં લાવવામાં આવતા હોય છે. ચકચારી મામલે હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌ કોઇની નજર (Vadodara Sokhda Haridham Temple Controversy) રહેલી છે.

આ પણ વાંચોઃ Sokhada Haridham Case: વડોદરાના હરિધામમાં બનેલી ઘટના મામલે પોલીસે મંદિરના સંતોના નિવેદન લીધા

ABOUT THE AUTHOR

...view details