ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા SOG અને PCB પોલીસને મળી સફળતા, IPLમાં સટ્ટો રમાડનારા 2 શખ્સની ધરપકડ - વડોદરા પોલીસ

વડોદરા SOG પોલીસે અને PCB પોલીસે IPLમાં સટ્ટો રમાડનારા 2 શખ્સની ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે આરોપીઓ પાસેથી બાઈક, રોકડ રકમ, મોબાઈલ ફોન અને સ્લીપ સહિત અંદાજે 1.18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ETV BHARAT
વડોદરા SOG અને PCB પોલીસને મળી સફળતા

By

Published : Sep 28, 2020, 10:28 PM IST

વડોદરાઃ SOG પોલીસે IPLમાં સટ્ટો રમાડનારા 2 શખ્સની ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે આરોપીઓ પાસેથી બાઈક, રોકડ રકમ, મોબાઈલ ફોન અને સ્લીપ સહિત અંદાજે 1.18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી માહિતી મુજબ, PCB અને SOG પોલીસને બાતમી મળી હતી કે, સંગમ 4 રસ્તા પાસે આવેલા ગુંજન એપાર્ટમેન્ટ નીચે IPL મેચમાં સટ્ટો રમાઈ રહ્યો છે. જેથી PCB અને SOG પોલીસની ટીમે દરોડો પાડી જાફર અબ્દુલ હુસેન રંગવાલા અને અલીઅબ્બાસ યાહિયા ટેલરની ધરપકડ કરી હતી અને એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details