વડોદરાઃ ડભોઇ વેગા ચોકડી પાસે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાહન ચેકિંગ દરમિયાન ઇકો કારમાંથી ગેરકાયદે 315 લિટર કેરોસીનના જથ્થા સાથે કાર ચાલકની ધરપકડ કરી હતી. આ સાથે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રૂપિયા 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદે કેરોસીનના જથ્થા સાથે 1ની ધરપકડ કરી
ડભોઇ વેગા ચોકડી પાસે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાહન ચેકિંગ દરમિયાન ઇકો કારમાંથી ગેરકાયદે 315 લિટર કેરોસીનના જથ્થા સાથે કાર ચાલકની ધરપકડ કરી હતી. આ સાથે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રૂપિયા 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ડભોઇ વેગા ચોકડી પાસે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યો હતો. આ દરમિયાન બોડેલી તરફથી એક સફેદ રંગની ઇકો કાર પૂર ઝડપે આવતાં તે કારને રોકી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડ્રાઈવરની પૂછપરછ કરી હતી. આ સાથે જ કારની તપાસ કરતાં અંદરથી 9 જેટલા કારાબાઓમાં અંદાજે 315 લિટર ભૂરા રંગનું પ્રવાહી મળી આવ્યું હતું. જે અંગે ડ્રાઈવર નાથુલાલ કાલુજી ખટીકે યોગ્ય જવાબ નહીં આપતા ક્રાઇમબ્રાન્ચની ટીમે કારબામાં તપાસ કરી હતી. જેમાંથી 11,025ની કિંમતનું 315 લિટર કેરોસીન મળી આવ્યું હતું. જેથી પોલીસે 1 મોબાઈલ ફોન, ઇકો ગાડી અને કેરોસીન સહિત કુલ રૂપિયા 2,11,525નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.