ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાના નામાંકિત બિલ્ડરે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ - લગ્નની લાલચ આપી દુષ્કર્મ

વડોદરાના નામાંકિત બિલ્ડર નવલ ઠક્કર (Vadodara renowned builder naval thakkar ) સામે એક યુવતી દ્વારા દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. 40 વર્ષીય નવલ ઠક્કરે લગ્નની લાલચ આપી કોલેજમાં ભણતી યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની (complaint of rape )વાત બહાર આવતાં વડોદરાની બિલ્ડર લોબીમાં ખળભળાટ મચ્યો હતો.

વડોદરાના નામાંકિત બિલ્ડરે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ
વડોદરાના નામાંકિત બિલ્ડરે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ

By

Published : Jul 29, 2022, 9:58 PM IST

Updated : Jul 30, 2022, 10:21 AM IST

વડોદરાઃ વડોદરાના નામાંકિત બિલ્ડરે (Vadodara renowned builder naval thakkar ) 19 વર્ષીય યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા બિલ્ડર લોબીમાં ખળભળાટ મચી ગયો છે. એક જ સમાજમાં હોવાથી પરિચયમાં આવ્યા બાદ 40 વર્ષના બિલ્ડરે કોલેજમાં ભણતી 19 વર્ષની યુવતીને પ્રેમના જાળમાં ફસાવી તથા લગ્નની લાલચ આપી છેલ્લા એક વર્ષમાં અનેકવાર તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બનાવ મામલે યુવતીના પિતાને જાણ થતાં પિતાએ દુષ્કર્મ ગુજારનાર કન્સ્ટ્રક્શનના વેપારી વિરુદ્ધ ગુનો (complaint of rape ) નોંધાવતા પોલીસે (Vadodara Police ) આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસે આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે

છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધ -આ બનાવ અંગે મળતી માહિતી મુજબ નટુભાઇ સર્કલ નજીક કાન્હા બંગ્લોઝમાં આમ્રકુંજ સોસાયટીમાં રહેતો અને નામંકિત બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલો નવલ દીપકકુમાર ઠક્કર (Vadodara renowned builder naval thakkar ) કન્સ્ટ્રક્શનનો વેપાર કરે છે. તે સમાજમાં આગળ પડતી કામગીરી કરતો હોવાથી તેના જ સમાજની 19 વર્ષીય યુવતીના પરિચયમાં આવ્યો હતો. સમાજના પ્રસંગો તથા અન્ય કામગીરી દરમિયાન અવાર નવાર મુલાકાત થતા 40 વર્ષીય નવલ ઠક્કરનો 19 વર્ષીય યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. છેલ્લા એક વર્ષથી બંને વચ્ચે ચાલી રહેલા પ્રેમ પ્રકરણમાં આરોપીએ અનેક વખત અલગ અલગ જગ્યાએ યુવતી સાથે શારીરિક સંબંધ (complaint of rape )બાંધ્યાં હતાં.

આ પણ વાંચોઃ યુવતીએ પ્રેમસંબંધ રાખવાનો ઇનકાર કરતા પ્રેમીએ અપહરણ કરી આચર્યું દુષ્કર્મ, શું છે કહાની

પિતાના હાથમાં મોબાઈલ આવતા ભાંડો ફૂટ્યો - દરમિયાન ધોરણ 12 પાસ કરી કોલેજમાં અભ્યાસ કરતી યુવતીનો ફોન પિતા હાથે લાગતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જેથી પિતાએ આ અંગે પુત્રીની પૂછપરછ કરી હતી. જેમાં આરોપી નવલ ઠક્કરને (Vadodara renowned builder naval thakkar ) એક સંતાન હોવા છતાં અને પોતે પરિણીત હોવા છતાં પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાની લાલચે છેલ્લા એક વર્ષથી તેની સાથે શારીરિક સંબંધ બાંધતો (complaint of rape )હોવાની બાબત જણાવી હતી.

આ પણ વાંચોઃ Banaskantha rape case: વાવમાં કિશોરી પર દુષ્ક્રર્મ કેસમાં આરોપી ન પકડાતાં સમાજ લાલઘુમ

જે.પી રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ -સમગ્ર મામલે પીડિતાના પિતાએ જે.પી રોડ પોલીસ મથકમાં નવલ ઠક્કર (Vadodara renowned builder naval thakkar ) વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ (complaint of rape )નોંધાવી છે. પોલીસે (Vadodara Police )આ મામલે દુષ્કર્મનો ગુનો નોંધી નવલ ઠક્કરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. જોકે આ મામલો બહાર આવતા શહેરની બિલ્ડર લોબીમાં ખળભળાટ મચી જવા પામી છે.

Last Updated : Jul 30, 2022, 10:21 AM IST

ABOUT THE AUTHOR

...view details