ગુજરાત

gujarat

ETV Bharat / city

Unseosnal Rain Vadodara: જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું, જગતનો તાત ચિંતિત - વડોદરામાં માવઠું

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી (meteorological department Forecast) કરી હતી. વડોદરામાં શનિવાર સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ (Rain in Vadodara) વરસ્યો હતો.

Vadodara recived unseosnal rain
Vadodara recived unseosnal rain

By

Published : Jan 22, 2022, 1:27 PM IST

વડોદરા: હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની રાજ્યમાં અસર વર્તવાની આગાહી (Vadodara recived unseosnal rain) કરી હતી. જેને લઈને વડોદરા શહેરના વાતાવરણમાં આજે સવારથી એકાએક પલટો આવ્યો છે. વડોદરામાં શનિવારે સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું છે. ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ વાદળછાયા વાતાવરણને લઈને આગામી 2 દિવસમાં શહેરમાં ઠંડીના પ્રમાણમાં પણ વધારો નોંધાશે.

વરસાદને લઈને ઉભા શિયાળુ પાકને નુકશાન થવાની ભીતિ

વડોદરા શહેર- જિલ્લામાં શિયાળુ પાક ઉભો થયો છે. ત્યારે ફરી એક વખત વાદળછાયા વાતાવરણ અને વરસાદને લઈને ઉભા શિયાળુ પાકને નુકશાન થવાની ભીતિ છે, જેને લઈને ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.

આ પણ વાંચો: Fire In Rajkot: સિટીબસમાં અચાનક આગ ભભૂકી ઉઠી, 20 પ્રવાસીઓ હતાં સવાર

આ પણ વાંચો: Gujarat Weather Report : આજે રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના, જાણો આજનું તાપમાન

ABOUT THE AUTHOR

...view details