ગુજરાત

gujarat

ETV Bharat / city

monsoon update vadodara : અડધો કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો, ઠેર ઠેર હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી - Gujarat News

મે મહિનામાં વાવાઝોડાની સંભવિત અસર હેઠળ વરસેલા વરસાદ બાદ આગાહી મુજબ ગુરુવારે વડોદરામાં મેઘરાજાની સત્તાવાર એન્ટ્રી થઈ હતી. વરસાદનું ધમાકેદાર આગમન થતા ઠેરઠેર વૃક્ષો તેમજ હોર્ડિંગ્સ તૂટી પડવાની ઘટના બની હતી. જેમાં કેટલાક વાહનો પણ દબાયા હતા. પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી હતી.

Gujarat News
Gujarat News

By

Published : Jun 17, 2021, 6:21 PM IST

  • વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ
  • અડધો કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબકતા તંત્રની પોલ ઉઘાડી પડી
  • ઠેર ઠેર હોર્ડિંગ્સ, વૃક્ષો ધરાશાયી થતા વાહન ચાલકો અટવાયા
  • મેઘરાજાની પધરામણી થતા નગરજનોમાં ખુશીનો માહોલ

વડોદરા : શહેરમાં ગુરુવારે અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને જોરદાર પવન સાથે ગાજવીજ વરસાદ આવ્યો હતો. મળસ્કે વરસાદી ઝાપટું વરસ્યા બાદ બપોરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારાએ નગરજનોમાં ગભરાટ ફેલાવી દીધો હતો. ગરમીમાંથી છુટકારો મળતા નગરજનોમાં ખુશી છવાઈ ગઈ હતી. જ્યારે તેજ પવન સાથે વરસાદ વરસતા ઘણી જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થવાના અને બેનરો હોર્ડિંગ્સ તૂટી પડવાના બનાવો પણ બન્યા હતા. જ્યારે કેટલીક જગ્યાઓ પર વાહનો પણ દબાયા હતા

વડોદરામાં અડધો કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો

આ પણ વાંચો : weather updates : લાંબા વિરામ બાદ ભાવનગરમાં મેઘરાજાનું આગમન

બે સ્થળો પર એન્ટ્રી ગેટ તેમજ હોર્ડિંગ્સ તૂટી પડતા પાલિકાના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલાં ભરવા માગ

વડોદરા શહેરમાં ભારે ઉકળાટ અને બફારા વચ્ચે મેઘરાજાનું આગમન થતા શહેરમાં આહલાદક વાતાવરણ સર્જાયું હતું. દોઢ કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. જ્યારે કેટલાક વિસ્તારોમાં હોર્ડિંગ્સ, બેનરો તેમજ વૃક્ષો ધરાશાયી થતા વાહનોને નુકસાન પહોંચ્યું હતું. આ અંગે સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે, શહેરમાં આજે પહેલો જ વરસાદ પડ્યો છે. વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે, ત્યારે વડોદરા શહેરના એરપોર્ટ સર્કલ તરફનો મુખ્ય રોડ છે. જ્યાં એક લોખંડી એન્ટ્રી ગેટ તૂટી પડયું હતું. આગળ પણ એક એન્ટ્રી ગેટ તૂટી પડ્યું છે.

વડોદરામાં વરસાદ

મહાનગર પાલિકા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવે : અતુલ ગામેચી (સામાજીક કાર્યકર)

હાલમાં આ ઘટનાથી કોઈ નુકસાન નથી, પરંતુ જે રીતે વડોદરા મહાનગર પાલિકામાં ભ્રષ્ટાચારનો વહીવટ તેમજ રાજકારણના ભ્રષ્ટાચારનો વહીવટ ચાલ્યો છે. તેના કારણે આ એન્ટ્રી ગેટ ધરાશાહી બન્યો છે. જે પ્રમાણે ગેટની લંબાઈ હોવી જોઈએ, વચ્ચે એક વ્હીપ હોવો જોઈએ. જે ન હોવાના કારણે આ ઘટના બની છે. આજે પણ કામગીરી કરવાની પરવાનગી આપી છે તે કોન્ટ્રાક્ટર તેનો પણ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. જો અકસ્માતે મૃત્યુ થશે તો જવાબદારી મ્યુનિસિપલ કમિશનર કે પછી મેયરની રહેશે. માટે નાગરીકોને પાસે પણ માંગણી છે કે, આવી કોઈ ઘટના બને નુકસાન થાય તો મહાનગર પાલિકા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવે તેમ જણાવ્યું હતું.

અડધો કલાકમાં દોઢ ઇંચ વરસાદ

આ પણ વાંચો : ખેડા જિલ્લામાં Monsoon Seasonનું કડાકા સાથે મેઘરાજાનું આગમન

આ સંપૂર્ણ જવાબદારી મેયર પાલિકાના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરની છે : કમલેશ પરમાર (જાગૃત નાગરિક)

જાગૃત નાગરિક કમલેશ પરમારે જણાવ્યું હતું કે, વડોદરા શહેરનો વીઆઈપી રોડ ધમધમતો માર્ગ કહેવાય છે, પરંતુ વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ જઇ રહ્યું છે. જેની અંદર કામો કરવામાં આવે છે, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે. તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યુ છે. આજે ગુરુવારે આ મોટું હોર્ડિંગ્સ તૂટી પડ્યું છે. જેના કારણે કેટલાય લોકોને નુકસાન થયું છે. જાનહાની થતાં અટકી છે. જ્યારે કેટલાય વાહનો દબાઈ ગયા છે. આ સંપૂર્ણ જવાબદારી મેયર પાલિકાના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરની છે. જે પણ કામ થતા હોય તેની સામે પગલાં ભરવા જોઇએ, તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા જે કામગીરી કરવામાં આવતી હોય તેની તપાસ કર્યા બાદ જ તેનું બીલ પાસ કરવું જોઈએ તેમ જણાવ્યું હતું.

વડોદરા

ABOUT THE AUTHOR

...view details