ગુજરાત

gujarat

ETV Bharat / city

Vadodara Rape Suicide Case: મારી પુત્રીના મોત પાછળ ઓએસિસ સંસ્થા જવાબદાર, માતાપિતાનો આક્ષેપ - vadodara rape case news

વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડ (Vadodara Vaccine Ground) પર 29 ઓક્ટોબરે એક યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ (Rape of a young woman from Navsari) કરવામાં આવ્યું હતું. આ ઘટનાને એક મહિનો થયો હોવા છતાં આરોપીઓએ હજી પોલીસ પકડથી દૂર (Accused in Vadodara rape case) છે. ત્યારે આ મામલે ન્યાય મેળવવા યુવતીના માતાપિતા રાહ જોઈ રહ્યા છે. તેવામાં મૃતક યુવતીના માતાપિતાએ આક્ષેપ કર્યો હતો કે, તેમની પુત્રીના મોત પાછળ ઓએસિસ સંસ્થા જ જવાબદાર (Parents allege oasis organization) છે. સાથે જ તેમણે કહ્યું હતું કે, આ સંસ્થા દિલ્હીના કોઈ અધિકારી ચલાવતા હોવાથી પોલીસ આ સંસ્થા સામે કોઈ કાર્યવાહી નથી કરતી.

Vadodara Rape Suicide Case: મારી પુત્રીના મોત પાછળ ઓએસિસ સંસ્થા જવાબદાર, માતાપિતાનો આક્ષેપ
Vadodara Rape Suicide Case: મારી પુત્રીના મોત પાછળ ઓએસિસ સંસ્થા જવાબદાર, માતાપિતાનો આક્ષેપ

By

Published : Dec 2, 2021, 10:01 AM IST

  • રેલવે તપાસ અધિકારી સમક્ષ પીડિતાના પરિવારે વ્યક્ત કરી વેદના
  • ઓએસીસ સંસ્થા પર પીડિતાનાં પરિવારે લગાવ્યા ગંભીર આરોપ
  • વડોદરા વેક્સિન ગ્રાઉન્ડ પર 29 ઓકટોબરે યુવતી પર સામૂહિક દુષ્કર્મ થયું હતું
  • દિકરીના મોત પાછળ ઓએસિસ સંસ્થા જવાબદાર હોવાનો માતાપિતાનો આક્ષેપ
  • દિલ્હીના ઓફિસરના પ્રેશરથી સંસ્થા પર પોલીસ હાથ નથી નાખી શકતી- પીડિતાની માતા
  • પોલીસ પાસે પુરાવા છતાં સંસ્થા સામે કોઈ કાર્યવાહી નથી કરાઈઃ પીડિતાની માતા
  • મૂળ નવસારી યુવતી વડોદરાની ઓએસીસ સંસ્થામાં ફેલોશિપ કરતી હતી

વડોદરાઃ શહેરના વેક્સિન ગ્રાઉન્ડ (Vadodara Vaccine Ground) પર યુવતી સાથે 29 ઓક્ટોબરે સામૂહિક દુષ્કર્મ (Rape of a young woman from Navsari) કરાયું હતું. આ ઘટનાને એક મહિના કરતા પણ વધુ સમય વિતી ચૂક્યો છે. ત્યારે આ ચર્ચાસ્પદ બનાવની તપાસ ક્યાં સુધી પહોંચી. તેની માહિતી મેળવવા પીડિતાના માતાપિતા વડોદરા રેલવે એસ.પીની કચેરીએ પહોંચ્યા (The parents of the victim are Railway SP. Arrived at the office) હતા, જ્યાં ભીની આંખે માતાએ પોતાની વેદના વ્યક્ત કરતા ઓએસિસ સંસ્થા (Parents allege oasis organization) સામે અનેક ગંભીર આરોપો લગાવતા સ્ફોટક વાત કરી હતી.

Vadodara Rape Suicide Case: મારી પુત્રીના મોત પાછળ ઓએસિસ સંસ્થા જવાબદાર, માતાપિતાનો આક્ષેપ

પોલીસ દિવસરાત આરોપીઓને શોધી રહી છે, પરંતુ પરિણામ શૂન્યઃ પીડિતાના માતાપિતા

આ અંગે પીડિતાનાં માતાએ કહ્યું હતું કે, મારી દિકરી સાથે જે ઘટના બની તેની જાણ કરવાની પણ સંસ્થાએ તકેદારી ન લીધી હતી. આ ઘટનાને એક મહિના કરતા વધુ સમય વિતી ચૂક્યો છે. ત્યારે પોલીસ આરોપીઓને શોધવા દિવસ રાત એક કરી રહી છે, પરંતુ તેનું પરિણામ જોવા મળી રહ્યું નથી મારી દિકરી સાથે જે બન્યું તેની સંસ્થાને જાણ હતી. મારી દિકરી આત્મહત્યા કરે તે હું ક્યારેય સ્વીકારૂં એમ નથી, કારણ કે, તે નીડર બનવા માગતી હતી.

સંસ્થા સામે પૂરાવા છતાં કોઈ કાર્યવાહી નહીંઃ પીડિતાના માતા

પીડિતાના માતાએ વધુમાં કહ્યું હતું કે, મારી દિકરી સાથે બનેલી ઘટનાની જાણ જો સમયસર અમને કરવામાં આવી હોત તો મારી દિકરી આજે જીવતી હોત, સંસ્થા સામેના અનેક પૂરાવા પોલીસને મળ્યા છે. તેમ છતાં સંસ્થા સામે કાર્યવાહી કરવામાં આવતી નથી. દિલ્હીના અધિકારીના દબાણના કારણે ઓએસિસ સંસ્થા (Parents allege oasis organization) સામે કોઈ કાર્યવાહી નથી કરતું. પોલીસને કયું દબાણ છે, તે સમજાતું નથી. મારી દિકરીની મૃત્યુ ફક્તને ફક્ત સંસ્થાના કારણે થઈ છે. આરોપીઓ આજે નહીને કાલે મળશે. જરૂર પણ દિકરીની મૃત્યુના જવાબદાર આ સંસ્થા (Oasis organization responsible for my daughter's death ) જ છે.

સંસ્થાએ પોલીસને સમયસર જાણ કરી હોત તો મારી દિકરી જીવતી હોતઃ પીડિતાના માતાપિતા

પીડિતાના માતાપિતાએ જણાવ્યું હતું કે, આરોપીઓને પકડવામાં પોલીસ સતત પ્રયત્નો કરી રહી છે. આરોપીઓ તો પકડાઈ જ જશે પણ મારી અપેક્ષા છે કે, સંસ્થા સામેના જે કંઈ પૂરાવા મળ્યા છે. તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. મારી દિકરીએ ડાયરીમાં લખ્યું છે કે, મેં મારી બહેનપણીને વાત કરી છે, બસવાળા ભાઈ પણ કહીં રહ્યા છે કે મેં એમને (સંસ્થા)ને વારંવાર ફોન કરી પુછ્યું કે, તમે પોલીસમાં અરજી કરી છે કે કેમ? ત્યારે તેમણે (સંસ્થા)એ જવાબ આપ્યો કે, અમારે કશું કરવું નથી અને તમારે અમને ફોન કરવો નહીં. સંસ્થા બધું જ જાણે છે કે, અમને એવું પણ જાણવા મળ્યું છે કે, સંસ્થાને ફંડ આપનારા લોકો પણ નિવૃત્ત અધિકારીઓ જ છે, જેના કારણે સંસ્થા હજી સુધી બચી રહી છે. જો એ દિવસે પોલીસને જાણ કરી દેવામાં આવી હોત તો મારી દિકરી આજે જીવતી હોત.

ABOUT THE AUTHOR

...view details