- યુવતિ પર દુષ્કર્મ મામલે લાપરવાહી દાખવતી સંસ્થાનું રજીસ્ટ્રેશન રદ્દ
- વડોદરાના વેક્સીન ગ્રાઉન્ડમાં દુષ્કર્મ બાદ વલસાડમાં આત્મહત્યા મામલો
- યુવતિએ પોતાને બચાવવા માટે સંસ્થાના ટ્રસ્ટીને અંતીમ મેસેજ કર્યો
વડોદરા:4 નવેમ્બરના રોજ વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત ક્વિન ટ્રેનમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવતિનો દેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ મામલાની તપાસ કરતા યુવતિ સાથે વડોદરાના વેક્સીન ગ્રાઉન્ડમાં દુષ્કર્મ (Vadodara Rape Suicide Case)આચરવામાં આવ્યું હોવાની હકીકતો સામે આવી હતી. યુવતિ વડોદરાની ઓએસીસ સંસ્થા સાથે સંકળાયેલી હતી. સંસ્થાના સંચાલકો યુવતિ સાથે દુષ્કર્મ થયાનું જાણતા હોવા છતાં કોઇ મદદ કરી ન હતી. તથા તેના મૃત્યું બાદ પણ સંસ્થાની ગંભીર બેદરકારી સામે આવતા આખરે 33 દિવસ બાદ સંસ્થાના સંચાલકો સહિત ત્રણ સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ ( FIR file in Vadodara Rape Suicide Case ) નોંધાઇ છે.
ટ્રસ્ટના પ્રકાશન વિભાગમાં સ્ટોર મેનેજમેન્ટનું કામ કરતી
મુળ નવસારીની યુવતિ વડોદરાની ઓએસીસ સંસ્થામાં બે વર્ષથી એમ.એચ.ઇ.નો કોર્ષ કરી રહી હતી અને ઓએસીસ ટ્રસ્ટના પ્રકાશન વિભાગમાં સ્ટોર મેનેજમેન્ટનું કામ કરતી હતી. અગાઉ યુવતિને સાયકલ પરથી ધક્કો મારી વેક્સીન ગ્રાઉન્ડ (Vadodara vaccine ground rape case)માં ખેંચી લઇ જઇ બે નરાધમોએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જો કે, ત્યાર બાદ વેક્સીન ગ્રાઉન્ડ પાસે લક્ઝરી બસ પાર્ક કરવા માટે આવતા ડ્રાઇવર નરાધમોને જોઇ ગયો હતો અને ડ્રાયવર ટોમી લેવા જતા બે નરાધમો નાસી છુટ્યા હતા. ત્યાર બાદ યુવતિને કપડાં શોધી તેને પહેરાવી ડ્રાઇવરના મોબાઇલથી યુવતિએ તેની સંસ્થાના મહિલા સાથીને ફોન કર્યો હતો અને તેની સાથે તે જતી રહી હતી.
કાર્યવાહીમાં યુવતિની ડાયરી સામે આવી
બસ ડ્રાઇવરે આ મામલે પોલીસ ફરિયાદ કરી કે કેમ તે અંગે ફોન કરતા મહિલા સાથીએ ફોન નહિ કરવા જણાવ્યું હતું. ત્યાર બાદ 4 નવેમ્બરના રોજ યુવતિની ગુજરાત ક્વિનમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં દેહ મળી આવ્યો હતો. જેને એક્સીડેન્ટલ ડેથ તરીકે નોંધ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહીમાં યુવતિની ડાયરી સામે આવી હતી. જેમાં તેણે તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું લખ્યું હતું તથા ડાયરીમાંથી યુવતિએ લખેલા પાના સંસ્થાના જ કોઇએ ફાડી નાંખ્યા હોય તેવું અનુમાન છે. યુવતિ જ્યારે ટ્રેનમાં હતી ત્યારે તે મુશ્કેલીમાં મુકાઇ હોય તેવો મેસેજ પણ સંસ્થાના વડા સંજીવ શાહને કર્યો હોવાનો સ્ક્રિન શોટ બહાર આવ્યો હતો.