ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં છેલ્લા 39 વર્ષોથી પોલોગ્રાઉન્ડ મેદાન ખાતે યોજાતો રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ રદ - Ramlila and Ravana Dahan

વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ મેદાન પર છેલ્લા 39 વર્ષથી ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા રામલીલા રાવણ દહનનો કાર્યક્રમ યોજાતો હતો. જેને નિહાળવા માટે લાખોની સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કોરોના મહામારીના કારણે આ વર્ષ પોલોગ્રાઉન્ડ મેદાન ખાતે યોજાતો રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે નહી.

Vadodara
Vadodara

By

Published : Oct 19, 2020, 11:33 AM IST

  • કોરોના મહામારીના કારણે ધાર્મિક તહેવારો ઉજવવા પર પ્રતિબંધ
  • 39 વર્ષથી યોજાતો રામલીલા રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે નહી
  • નાગરિકો ઘર બેઠા રામલીલા નિહાળી શકે તે માટે વિચારણા

વડોદરા: આ વર્ષે કોરોના મહામારીને કારણે તમામ ધાર્મિક તહેવારો ઉજવવા પર પ્રતિબંધ મૂક્યો છે. છેલ્લા 39 વર્ષથી યોજાતો રામલીલા રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે નહી. શ્રી રામજીના ફોટા સાથે હનુમાન યાગ હોમાત્મક યજ્ઞ યોજવા માટે નીકા દ્વારા સરકાર પાસે પરવાનગી આપવાની માંગ કરવામાં આવી છે. જેમાં સરકારના નિયમો અને કોરોનાની ગાઇડલાઇન મુજબ 50 કમિટી મેમ્બરો ઉપસ્થિત રહેશે.

ધાર્મિક તહેવારો ઉજવવા પર પ્રતિબંધ

આ અંગે નિકાના પ્રેસિડેન્ટ પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આસુરી શક્તિ પર દૈવી શક્તિનો વિજય રૂપી દશેરા પર્વએ નિકા દ્વારા છેલ્લાં 39 વર્ષોથી પોલોગ્રાઉન્ડ મેદાન ખાતે રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવતો હતો. હાલ આ વર્ષે કોરોના મહામારીને કારણે તમામ ધાર્મિક તહેવારો ઉજવવા પર પ્રતિબંધ મૂક્યો છે.

વૈશ્વિક મહામારી કોરોનાં નાબૂદ થાય તેવી પ્રાર્થના

નિકા સંસ્થા દ્વારા આ વર્ષે રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં નહીં આવે પરંતુ, ડિજીટલ માધ્યમથી ટીવી પર નાગરિકો ઘર બેઠા રામલીલા નિહાળી શકે તે માટે વિચારણા ચાલી રહી છે. પોલોગ્રાઉન્ડ મેદાન પર સીમિત વ્યક્તિઓની ઉપસ્થિતિમાં કોવિડ ગાઈડલાઈન પ્રમાણે હનુમાન ચાલીસા, આરતી,પૂજા અને હવન કરી વૈશ્વિક મહામારી કોરોનાં નાબૂદ થાય તેવી પ્રાર્થના કરવા માટે સરકાર પાસે રજૂઆત કરી છે.

ABOUT THE AUTHOR

...view details