- 562.18 ગ્રામ ગાંજો અને 10.25 ગ્રામ ચરસ ઝડપાયો
- નાર્કોટિક્સનાં જથ્થા સાથે 4 યુવક યુવતીઓને ઝડપાયા
- તપાસ પછી સામે આવશે વધુ ખુલાસા
વડોદરા: કેટલાંક સમયથી ગુજરાતનાં અલગ અલગ ભાગોમાંથી કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાઇ રહ્યું(Drugs seized in Gujarat) છે અને આ સિલસિલો હજી પણ યથાવત છે. વડોદરા પોલીસે શહેરનાં(Vadodara Police) ઓલ્ડ પાદરા રોડ વિસ્તાર માંથી યુવાનોનાં એક એવાં ગ્રુપની ધરપકડ કરી છે, કે જેઓ છેલ્લાં ઘણાં સમયથી ડ્રગ્સની લત લગાડી યુવાધનને બરબાદ કરવાનાં ધંધામાં લાગ્યાં હતાં. ગુનાખોરી અટકાવવાની જવાબદારી સંભાળતી વડોદરા પોલીસની PCB શાખાને મળેલી માહિતીને પગલે તેમની ટીમે ઓલ્ડ પાદરા રોડ વિસ્તારમાં આવેલ જાણીતાં આવિષ્કાર કોમ્પ્લેક્ષમાં દરોડો પાડ્યો હતો. જ્યાં કોમ્પ્લેક્સનાં બેઝમેન્ટમાં સાકીબ અને તેની બહેન ચરસ તેમજ ગાંજો(quantity of narcotics was seized) રાખી વેચતા હતાં. પોલીસે બંનેને ઝડપી લઇ વધુ પૂછપરછ અને તપાસ કરતાં બંને ભાઇ બહેન છેલ્લાં એક વર્ષથી નશાનો વેપલો કરતાં હોવાનું અને તે ચરસ અને ગાંજો આણંદનાં ચકલાસી ગામનાં દિલીપ પાસેથી લાવતાં હોવાનું સામે આવ્યું છે.
ચાર યુવક, યુવતીઓ ઝડપાયા
વડોદરાનાં યુવાધનને બગાડવાનાં ધંધામાં લાગેલ આ બંને ભાઇ બહેન સાથે માંજલપુરનાં મિત ઠક્કર અને પાણીગેટ રોડ વિસ્તારની એક યુવતી પણ શામિલ હોવાનું ખુલતાં પોલીસે ચારેય યુવક યુવતીઓની ધરપકડ કરી છે. મહત્વની વાત એ છે કે, વડોદરામાં નશાનો કારોબાર કરતાં આ ચારેય યુવક યુવતીઓ શિક્ષિત છે. તેમની પાસેથી અત્યાર સુધી વડોદરાનાં સંખ્યાબંધ યુવાનો ચરસ અને ગાંજાની પડીકીઓ લઇ ચુક્યા છે. દરરોજ આશરે 20 જેટલાં યુવક યુવતી અને આ ગ્રુપ પાસેથી નશાની પડીકીઓ લઇ જતાં હતાં. પોલીસે હવે તેમનાં મોબાઇલની ચેટ અને કોલ ડિટેઇલનાં આધારે તેમની પાસેથી ચરસ ગાંજો લઇ જનાર તમામ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. વડોદરામાં આ ગ્રુપનાં નશાનાં કારોબારનું નેટવર્ક ખૂબ મોટું હોવાનું પોલીસનું માનવું છે.