વડોદરા: પોલીસ કમિશ્નરે યુવતીઓની મદદ માટે મહત્વની જાહેરાત (Vadodara Police Commissioner Announcement) કરી છે. આ જાહેરાત પ્રમાણે જો કોઈ યુવતીને તેનો મિત્ર, પ્રેમી કે અન્ય કોઈ યુવક ખોટી રીતે પરેશાન કરે તો યુવતી વિના સંકોચે પોલીસનો સંપર્ક કરી શકે છે. યુવતી પોલીસમાં ફરિયાદ કર્યા વિના જ પોલીસની મદદ લઈ શકે છે.
જો પ્રેમ પ્રકરણમાં યુવક પરેશાન કરે તો પોલીસને ફોન કરો: FIR વિના થશે મદદ આ પણ વાંચો:Up Exam Paper Leak: યુપીમાં પણ પેપર લીક થતા અંગ્રેજીની ઇન્ટરમીડિયેટ પરીક્ષા રદ કરવામાં આવી
શી ટીમનો સંપર્ક: કાઉન્સેલિંગ પણ ઇચ્છતી હોય તો તે વિના સંકોચે પોલીસ તેમજ શી ટીમનો સંપર્ક (Contact vadodara police c team) કરી શકે છે. આ માટે યુવતીઓ શી ટીમના મોબાઈલ નંબર, વેબસાઈટ અને એપ્લીકેશન પર સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત પોલીસ કંટ્રોલરૂમ નંબર 100 અને 181 અભયમમાં પણ ફરિયાદ કરી શકે છે. શી ટીમ જગ્યા પર પહોંચીને યુવતીને તમામ પ્રકારની મદદ કરશે.
આ પણ વાંચો:Virudhunagar Rape Case : DMK નેતા સહિત 4 આરોપીઓને 6 દિવસના પોલીસ રિમાન્ડ
શી ટીમનો મોબાઈલ નંબર: પ્રેમ પ્રકરણમાં કોઇ યુવક પરેશાન કરે તો યુવતીઓ વિના સંકોચે પોલીસનો સંપર્ક કરે, પોલીસ ફરિયાદ નોંધ્યા વગર પણ મદદ અને કાઉન્સિલિંગ કરશે. આ સાથે શી ટીમ જગ્યા પર પહોંચીને તમામ પ્રકારની મદદ કરશે. મહિલાઓની મદદ માટે શી ટીમનો મોબાઈલ નંબર 74348 88100 જાહેર કરવામાં આવ્યો છે. તદ્દ ઉપરાંત શી ટીમની એપ્લીકેશન- SHE TEAM APP, અભયમ- 181, પોલીસ કંટ્રોલ- 100 પર વિના સંકોચે મદદ માટે કોલ કરી શકે છે.