ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા શહેરમાંથી લાખોની કિંમતનો દારૂ ઝડપાયો - vadodara latest news

વડોદરાઃ શહેરના બાપોદ પોલીસ મથકની હદમાં સ્ટેટ વિજીલન્સે દરોડો પાડી બેરોકટોક દારૂનો વેપલો કરતાં બૂટલેગરને રૂ. 1.43 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. સ્ટેટ વિજીલન્સે અગાઉ વિદેશી દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યા બાદ વધુ એકવાર બાપોદ પોલીસે સપાટો બોલાવ્યો છે.

લાખોની કિંમતનો દારૂ

By

Published : Oct 20, 2019, 7:21 PM IST

બાપોદ પોલીસ મથકની હદમાં આવતાં આજવા રોડ વિસ્તારમાં કારમાં દારૂ મુકીને ખુલ્લેઆમ ધંધો કરતો હોવાની બાતમી સ્ટેટ વિજીલન્સને મળી હતી. જેને પગલે સ્ટેજ વિજીલન્સે દરોડો પાડ્યો હતો. પોલીસે કાર, ટેમ્પાના ચોરખાનામાંથી અને ઘરમાંથી રૂ.1,43 લાખની વિદેશી દારૂની 279 બોટલ ઝડપી પાડી હતી. સ્ટેટ વિજીલન્સે ટેમ્પો, 5 મોબાઈલ મળી કુલ રૂ. 8.46 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

લાખોની કિંમતનો દારૂ

ABOUT THE AUTHOR

...view details