વડોદરાઃ શહેરના ગોરવા વિસ્તારમાં આધેડને 22 વર્ષીય યુવતી સાથેનો સબંધ ભારે પડ્યો હતો. યુવતીએ નવા બોયફ્રેન્ડ સાથે મળીને આધેડ પ્રેમીની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ તેઓ ફરાર થઈ જતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ બન્નેને ઝડપી પાડ્યા હતા.
વડોદરા: પોલીસે ગણતરીની કલાકોમાં જ આધેડની હત્યાના આરોપીને ઝડપી પાડ્યા - Gorwa Police
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આધેડને 22 વર્ષીય યુવતી સાથેનો સબંધ ભારે પડ્યો હતો. યુવતીએ નવા બોયફ્રેન્ડ સાથે મળીને આધેડ પ્રેમીની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ તેઓ ફરાર થઈ જતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ બન્નેને ઝડપી પાડ્યા હતા.
ગોરવાના જીવાભાઈ ફ્લેટમાં રહેતા 53 વર્ષીય રામલાલ પટેલનો મૃતદેહ તેમના બંધ ફ્લેટમાંથી મળી આવ્યો હતો. મૃતકને માથામાં હથિયારથી ફટકા મારીને હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે, રામલાલ પટેલ અક્ષય પાત્ર ફાઉન્ડેશનમાં છેલ્લા 12 વર્ષથી સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હતા. જો કે, શનિવારે તેઓને રાજસ્થાને જવાનું હતું, પરંતુ તેઓ રાજસ્થાન ગયા ન હોવાથી તેમના પુત્રે તેમના પિતાની સાથે કામ કરતા કર્મચારી ચિરાગ વંદેરાને ફોન કરતાં ચિરાગ અને અન્ય કર્મચારીઓ, રામલાલ પટેલના ધરે ગયા હતા, ત્યા તેમના મકાનના દરવાજામાં લોક લગાવેલો હતો અને તેમનું બાઇક પણ ત્યાં જ પડ્યું હતું. જેથી તાળું તોડી તેઓ મકાનમાં પ્રવેશ્યા હતા, જ્યાં રૂમમાં બેડ પર ઉંધા સૂતેલી હાલતમાં રામલાલ પટેલનો મૃતદેહ જોવા મળ્યો હતો. તેમના માથાના ભાગે વજનદાર હથિયારથી ફટકા મારી હત્યા કરાઈ હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી તેમણે ગોરવા પોલીસને જાણ કરી હતી.
એસીપી બકુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, મૃતકને ત્યાં રહેતી કિંજલ કમલેશ પટેલ નામની 22 વર્ષીય યુવતી સાથે લગ્ન બાહ્ય સંબંધ હતા અને આ યુવતી ઘણા વર્ષોથી મૃતકના ઘરે જ રહેતી હતી. આ યુવતીને કપડવંજના કૃણાલ મનીષ દુલેરા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. કિંજલે તેના બોયફ્રેન્ડ કૃણાલ સાથે જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જો કે, મૃતકે તેને કૃણાલ સાથે જવાની ના પાડી હેરાન કરવાનું શરૂ કર્યું હતું. જેના પગલે કંટાળીને યુવતી અને કૃણાલે સાથે મળી શનિવારે રાત્રે રામલાલના ઘરે આવી હત્યા કર્યા બાદ બહારથી ઘરને તાળું મારી જતાં રહ્યાં હતા. પોલીસે હાલ બંનેની ધરપકડ કરી છે.