મળતી માહિતી મુજબ વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં રહેતો બુટલેગર હરિશ ઉર્ફે હરિ ચંદ્રકાંતભાઇ બ્રહ્મક્ષત્રીય એક મહિના પૂર્વે જ પાસામાંથી છુટીને આવ્યો હતો. પાસામાંથી છુટીને આવ્યા પછી ફરીથી હરિશ બ્રહ્મક્ષત્રિયે દારુનો ધંધો શરુ કરી દીધો હતો. હરણી તેમજ નંદેસરીના પ્રોહિબિશનના બે ગુનામાં તે વોન્ટેડ હતો. આ સાથે તે દારુના બે કેસમાં સંડાવાયેલો હતો. હરિશ ઉર્ફે હરિ બ્રહ્મક્ષત્રીયને પીસીબી પોલીસે તેના ઘરેથી જ ઝડપી પાડયો છે.
વડોદરામાં પાસામાંથી છૂટીને આવેલો બે ગુનામાં ફરાર વોન્ટેડ આરોપી ઝડપાયો - વડોદરા સમાચાર
વડોદરાઃ એક મહિના પૂર્વે જ પાસામાંથી છુટીને આવ્યા પછી ફરીથી દારુનો ધંધો શરુ કર્યો હતો. પાસામાંથી છુટીને આવ્યા પછી ફરીથી દારુનો ધંધો શરુ કરનાર બે ગુનામાં સંડોવાયેલો બુટલેગર ફરાર હતો. પીસીબી પોલીસે વોન્ટેડ બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
re
હરિશ ઉર્ફે હરિ વિરુદ્ધ અગાઉ માંજલપુર, ડીસીબી, વારસીયા, સિટિ તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયા છે.