વડોદરા : પોલીસ અધિકારી ધારે તો મૃત્યુ પામેલી વ્યક્તિને પણ જીવંત કરી બોલાવી શકે તેવી એક કહેવત છે. પરંતુ જો પોલીસના કામ જ ન કરવુ હોય તો તે જીવંત વ્યક્તિને પણ મૃત (Fake Death Certificate) માની કામ ચલાવી લે છે. પરંતુ વડોદરા સાયબર ક્રાઇમના ACP હાર્દિક માકડીયાની સર્તકતાએ એક એવા ગુનેગારને જેલ હવાલે કર્યો છે, જેને મધ્યપ્રદેશ પોલીસ મૃત માની બેઠી હતી.
શું હતો મામલો - મધ્યપ્રેદશના અલીરાજપુર ખાતે રહેતો અભિષેક આઝાદ જૈનની થોડા સમય પહેલા મધ્યપ્રદેશ પોલીસે ઇન્દોર ખાતેથી નાર્કોટીક્સના ગુનામાં ધરપકડ કરી હતી. પોલીસે ધરપકડ કરી અભિષેક જૈનની પૂરતી પુછતાછ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. જે બાદ કોર્ટે તેને દોષિત જાહેર કરી 12 વર્ષની સખ્ત સજા ફટકારી હતી. પરંતુ અભિષેક જેલવાસ ભોગવવા માંગતો ન હતો. જેલમાં સજા ભોગવી રહેલો અભિષેક થોડા સમય સુધી જેલવાસ ભોગવતો રહ્યો, બાદમાં તેના પેરોલ મંજૂર થતાં તે બહાર આવ્યો હતો.
આ પણ વાંચો :Affidavit for income proof : આણંદના જિલ્લામાં આવકના દાખલા માટે નાગરિકોને એફિડેવિટમાંથી મળ્યો છુટકારો
તગડી રકમ આપી બનાવ્યો મરણ દાખલો - હવે તે પાછો જેલવાસ ભોગવવા માંગતો ન હતો. જેથી તેણે તગડી રકમ આપી પોતાના જ નામ વાળુ બનાવટી મરણ દાખલો બનાવડાવ્યો અને આ બનાવટી મરણ (Example of Duplicate Death) દાખલો તેણે સગાઓ મારફતે કોર્ટમાં રજુ કર્યો હતો. જેલમાં મરણ દાખલો રજુ થતાં તેની ખરાઇ કરવા માટે કોર્ટે તપાસના આદેશ પણ આપ્યા હતા. જોકે મધ્યપ્રદેશ પોલીસે આ મરણ દાખલની ખરાઇ કરી અને આખરે અભિષેક જૈન પોલીસ ચોપડે પણ મૃત જાહેર થઇ ગયો હતો. હવે અભિષેક એવા ભ્રમમાં જીવન વિતાવી રહ્યો હતો કે, હિન્દુસ્તાનની કોઇ પોલીસ તેને પકડી નહીં શકે, કારણ કે હવે તો તે પોલીસ ચોપડે પણ મૃત જાહેર થઇ ગયો છે. પરંતુ નસીબ ક્યારે પલટી મારશે તે કોઈ જાણતું નથી અને તેવુ જ કંઇ અભિષેક સાથે બન્યું હતું.
મરણનો દાખલા મળી આવ્યો - વડોદરા સાયબર ક્રાઇમના (Vadodara Cyber Crime) ACP હાર્દિક માકડીયાએ થોડા દિવસો પૂર્વે એક શકમંદની અટકાયત કરી અને તેની પુછતાછ શરૂ કરી હતી. જોકે પુછતાછમાં કોઈ મહત્વની બાબત જાણવા મળી ન હતી. આ દરમિયાન હાર્દિક માકડીયાને શંકા જતા તેમણે અટકાયત કરેલી વ્યક્તિના મોબાઇલનુ તપાસ કરી અને ચોંકાવનારી વિગતો સામે આવી હતી. સાઇબર ક્રાઇમ ACP હાર્દિક માકડીયાએ શકમંદના સ્માર્ટ ફોનની તપાસ કરતા તેમણે એક ફોટો જોવા મળ્યો હતો. જે ફોટો એક મરણ દાખલાનો હતો.
પોલીસની સર્તકતા - પ્રથમ દ્રષ્ટિએ મરણ દાખલો જોતા બનાવટી હોય કહેવું મુશ્કેલ હતું. જોકે હાર્દિક માકડીયાએ સર્તકતા દાખવી મરણ દાખલાની ઝીણવટભરી તપાસ ખુદ શરૂ કરી હતી. ACPની તપાસ દરમિયાન તેઓએ આ મરણ દાખલાની (Example of Fake Death) ખરાઈ કરવા ઓનલાઇન પોર્ટલ પર મરણ દાખલાની વિગતો નાખી અને જાણવા મળ્યું કે, અભિષેક જૈનને તો મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે નાર્કોટીક્સના ગુનામાં 12 વર્ષની કોર્ટે સજા ફટકારી છે. આ સમયે હાર્દિક માકડીયાને એવી વિગત મળી કે અભિષેક જૈન નામની વ્યક્તિ જેના મરણ દાખલાની તેઓ તપાસ કરી રહ્યા છે એ વ્યક્તિ વડોદરામાં જ ફરતી જોવા મળી છે.
આ પણ વાંચો :છોટા ઉદેપુરમાં રાઠવા સમાજના જાતિના દાખલાના વિવાદ મામલે વાગી રહ્યા છે આંદોલનના ભણકારા
વડોદરા પોલીસે કર્યો જેલના હવાલે - ACP હાર્દિક માકડીયાએ ટેકનિકલ સર્વલેન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે અભિષેક જૈન સુધી પહોંચવામાં સફળતા મળી હતી. મધ્યપ્રદેશ પોલીસના (Accused from Madhya Pradesh in Vadodara) ચોપડે મૃત જાહેર થયેલો અભિષેક જૈન હવે વડોદરા સાઇબર ક્રાઇમના ACP હાર્દિક માકડીયા સામે જીવંત હાજર હતો. પોલીસે પૂછતાછ કરતા અભિષેક સ્વીકાર્યું કે, તેણે કોર્ટે નાર્કોટીક્સના ગુનામાં 12 વર્ષની સજા ફટકારી હતી. થોડા સમય બાદ તેને પેરોલ મેળવી અને વધુ સજા ભોગવવા ન માગતો હોવાથી તેણે તગડી રકમ ચૂકવી બનાવટી મરણ દાખલો તૈયાર કરાવ્યો અને આ મરણ દાખલો કોર્ટમાં પણ રજુ કરી પોતે બિંદાસ્ત ફરી રહ્યો હતો.