- નોકરીના બોગસ કોલ લેટર ઈશ્યુ કરનારી મહિલા વિરુદ્ધ જિલ્લા રજિસ્ટ્રારની પોલીસ ફરિયાદ
- રજિસ્ટ્રારની ફરિયાદના આધારે ગોત્રી પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી
- વડોદરા કોર્ટના બોગસ કોલ લેટર, નકલી આઈકાર્ડ અને CCTV ફૂટેજ મળી આવ્યા
વડોદરા: જિલ્લા અદાલતના મુખ્ય જિલ્લા ન્યાયાધીશના આદેશ અનુસાર રજિસ્ટ્રાર પ્રકાશ એમ. ત્રિવેદીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે 18 ડિસેમ્બરના રોજ બે વ્યક્તિ વડોદરા એડિશનલ કોર્ટમાં કર્મચારી યશ પરમારના નામનો નોકરી પર હાજર થવા અંગેનો પત્ર લઈને કોર્ટ આવ્યાં હતા. જે પત્રમાં રજિસ્ટ્રાર જનરલના હોદ્દા ઉપર ખોટી સહીઓ કરી હતી અને તેની નીચે હાઇકોર્ટ ઓફ ગુજરાત ગાંધીનગરનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ રાષ્ટ્રીય ચિન્હોનો ઉપયોગ કરી લેટરપેડ બનાવવામાં આવ્યો હતો.
વડોદરા કોર્ટનું બોગસ આઈ કાર્ડ ધરાવતી ભેજાબાજ મહિલાની ધરપકડ કરાઈ આ પણ વાંચો :ખેડામાં નકલી પત્રકાર બની રૂપિયા પડાવતી ટોળકી ઝડપાઈ
રજિસ્ટ્રારે કોલ લેટરની ચકાસણી કરતા તે બોગસ હોવાનું બહાર આવ્યું
ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં નોકરી પર હાજર થવાના બોગસ કોલ લેટર ઈશ્યુ કરીને કોર્ટના નામે પોતાનું તથા અન્ય લોકોના નકલી આઈકાર્ડ બનાવી છેતરપિંડી આચરવા મામલે વડોદરા જિલ્લા રજિસ્ટ્રાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી ગોત્રી પોલીસે જિલ્લા રજિસ્ટ્રારની ફરિયાદના આધારે દિવ્યા નરેશભાઈ પટેલ વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડ કરી છે અને તેની પાસેથી બોગસ કોલ લેટર, નકલી આઈકાર્ડ ઝડપી પાડ્યા છે. જેમને બોગસ કોલ લેટર મળ્યો હતો. તે યશ પરમારના સંબંધી યશ પરમારને ક્યારે અને કઈ કોર્ટમાં નોકરી ઉપર હાજર કરવાના છે. તેની તપાસ માટે આવ્યા હતા, ત્યારે રજિસ્ટ્રારે કોલ લેટરની ચકાસણી કરતા તે બોગસ હોવાનું બહાર આવ્યું હતું. જેથી બન્ને શખ્સોની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, નોકરી પર હાજર થવા માટેનો પત્ર પોસ્ટ દ્વારા મળ્યો છે. ત્યારબાદ 22 માર્ચના રોજ અન્ય એક વકીલ રજિસ્ટ્રારની ચેમ્બરમાં પહોંચ્યા હતા અને તેમની સાથે આવેલા અન્ય વ્યક્તિઓએ પણ આ જ પ્રમાણે નોકરી પર હાજર થવાનો પત્ર રજૂ કર્યો હતો. આ પત્ર તેમને દિવ્યા પટેલ નામની મહિલાએ આપ્યો હોવાનું ઘટસ્ફોટ થયો હતો.
આ પણ વાંચો :અમદાવાદમાં નકલી પત્રકારોની ટોળકીએ પૈસા પડાવ્યાંની ઘટના સામે આવી
આરોપી મહિલા પાસે એડિશનલ કોર્ટનું બોગસ ઓળખકાર્ડ મળ્યું
આરોપી દિવ્યા પટેલ પાસે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ડિસ્ટ્રીક્ટ એન્ડ સિવિલ કોર્ટ વડોદરા થર્ડ એડિશનલ કોર્ટનું બોગસ ઓળખકાર્ડ તેમજ એક્ટિવા ઉપર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ વડોદરા સ્ટાફનું સ્ટીકર પણ છે. કોર્ટ સંકુલના મુખ્ય પ્રવેશદ્વાર નજીક શંકાસ્પદ ગતિવિધિ કરી ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ કોર્ટ વડોદરાના નામે નોકરી પર હાજર થવા બાબતે ખોટા અને બોગસ પત્ર જારી કરીને કોર્ટના નામે પોતાનું ખોટું ઓળખકાર્ડ બનાવી અન્ય વ્યક્તિઓને પણ આવા ઓળખપત્ર બનાવી આપી કોર્ટની ગરિમાને નુકસાન પહોંચાડી છેતરપિંડી કરી હતી.