- વડોદરાના યુવક યુવતીઓ ગોવા ખાતે નેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે
- વડોદરા શહેરના ગોલ્ડ મેડલ મેળવેલા કુલ 12 જેટલા યુવક યુવતીઓ ભાગ લેશે
- નેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાના ખેલાડીઓ ભાગ લેશે
વડોદરા:કિક બોક્સિંગ(Kick Boxing) એ તમામ રમતો કરતા અલગ અસ્તિત્વ ધરાવતી રમત છે. સાથે જ કિક બોક્સિંગ(Kick Boxing) ફિટનેસ અને ફોકસનું મિશ્રણ છે. હાલ કિક બોક્સિંગ(Kick Boxing)ને ઓલમ્પિકસ ગેમ(olympic game)માં પણ સ્થાન આપવામાં આવ્યું છે. જેને લઈને હવે કિક બોક્સિંગનો ક્રેઝ વધ્યો છે, ત્યારે 17 તથા 18 જૂલાઇના રોજ વલસાડ ખાતે ગુજરાત સ્ટેટ લેવલ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપ યોજવામાં આવી હતી.
આ પણ વાંચો-ચાવાળાનો પુત્ર ઈન્ટરનેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપમાં માટે ક્વોલિફાઈ થયો
12 જેટલા યુવક-યુવતીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યો
આ કિક બોક્સિંગ ચેમ્પિયનશીપ(National Kick Boxing Championship)માં ગુજરાત રાજ્યના અલગ-અલગ સ્થળથી યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. જેમાં વડોદરા શહેરના કુલ 16 જેટલા યુવક અને યુવતીઓએ ભાગ લીધો હતો. આ તમામ યુવક-યુવતીઓ પોતાના ભણતર તથા નોકરી ધંધા સાથે કિક બોક્સિંગ(Kick Boxing)ની તાલીમ લેતા હતા. જ્યા સ્ટેટ લેવલ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપ(Kick Boxing) ખાતે વડોદરા શહેરની 3 યુવતીઓ તથા 9 યુવકો તેમ કુલ 12 જેટલા યુવક-યુવતીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.