- શનિવારે સાંજે SSG હોસ્પિટલમાં ઓક્સિજનનો સપ્લાય ખોરવાયો
- OSD ડૉ. વિનોદ રાવ અને એડવાઇઝર ડૉ. શિતલ મિસ્ત્રી હોસ્પિટલમાં દોડી આવ્યા
- OSD ડૉ વિનોદ રાવે મેડિકલ સુપ્રિટેન્ડેન્ટને ફટકારવામાં આવી નોટીસ
વડોદરા: મધ્યગુજરાતની સૌથી મોટી ગણાતી SSG હોસ્પિટલમાં શનિવારે ઓક્સિજન સપ્લાય ખોરવાયો હતો. પ્રાણવાયુનો સપ્લાય ખોરવાઇ જવાને પગલે દર્દીઓ અને તેમના સ્વજનોના જીવ તાળવે ચોંટ્યા હતા. ઘટનાની જાણ થતા જ OSD ડૉ. વિનોદ રાવ અને એડવાઇઝર ડૉ. શિતલ મિસ્ત્રી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મામલે થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. ડૉ.વિનોર રાવે SSG હોસ્પિટલના એડમીનીસ્ટ્રેટર ડૉ. રંજન ઐયરને શો કોઝ નોટીસ ફટકારવાનું જણાવ્યું હતું.
OSD દોડી આવ્યા SSG હોસ્પિટલમાં
શનિવારે OSD ડૉ. વિનોદ રાવ દ્વારા શહેરમાં કોરોનાની સુવિધાઓ વચ્ચે ઓક્સિજન મેળવવાનો પડકાર હોવાનું જણાવ્યું હતું. શહેરને ઓક્સિજન મળી રહે તે માટે રાજ્ય સરકારને ચુંટાયેલી પ્રતિનીધીઓનું મંડળ જાય તે પહેલા જ સેંકડો લોકોના જીવ જોખમમાં મુકાય તેવી ઘટના સામે આવી હતી. શનિવારે સાંજે મધ્યગુજરાતની સૌથી મોટી SSG હોસ્પિટલના કોવિડ કેરમાં ઓક્સિજન સપ્લાય ખોરવાતા દર્દીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં દર્દીના સગાઓએ હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતાની સાથે જ OSD ડૉ વિનોદ રાવ અને ડૉ. શિતલ મિસ્ત્રી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. દરમિયાન દર્દીના સગા તેઓને અન્યત્રે હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.. ચાર દર્દીઓને સુમનદીપ ખાતે કાર્યરત કોવિડ કેરમાં મોકલી આપવામાં આવ્યા હતા.
તંત્રની બેદરકારી
રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલે પ્રેસકોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, શહેરને ફાળવવામાં આવતો ઓક્સિજનનો જથ્થો જેતે શહેરને મળી રહેશે. જો કે શનિવારે સાંજે જ SSG હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાયમાં ખામી સર્જાઇ હતી. જેને પગલે સ્થાનિક વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી હતી.