- વડોદરામાં અધિકારીઓ જ આપે છે ગેરકાયદેસર બાંધકામની પરવાનગી
- મોટી રકમ વસુલ કરીને આપવામાં આવે છે પરવાનગી
- મહાનગર પાલિકામાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર
વડોદરા : શહેરને સંસ્કારી નગરી તરીકે ઓણખવામાં આવે છે, પણ મહાનગર પાલિકા તમામ સંસ્કારો ભૂલીને પોતાની મનમાની કરી રહી છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાં વોર્ડ ઓફિસોના માણસો ગેરકાયદેસર મકાન દુકાન નવું બાંધકામ અને રીનોવેશનની પરવાનગી આપી ખુલ્લો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.
પરવાનગી વગર દુકાન ઉભી કરવામાં આવી
વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે છેલ્લા કેટલાક વર્ષોથી 28 દુકાનો આવેલી છે. જ્યાં રાજેશ રાણા ઉર્ફે ભયલુ સેવ ઉસળની દુકાન ચલાવે છે તેને દુકાનમાં કોઈપણ પ્રકારની કોર્પોરેશનમાંથી કે વોર્ડ માંથી પરવાનગી લીધા વગર દુકાન ઉભી કરી ધંધો શરૂ કરી દિધો હતો. કોર્પોરેશનના કેટલાક અધિકારીઓને મોટી રકમ આપી રાજેશે પોતાનો ધંધો ઉભો કર્યો હતો.
આ પણ વાંચો : વડોદરામાં રાજીવનગર STPના બીજા માળની છત પર રૂફ ટોપ ગાર્ડન તૈયાર કરાયો