ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાઃ વેબસાઈટ દ્વારા એસ્કોર્ટ સર્વિસનો ઓનલાઈન ધંધો કરનારાની ધરપકડ

વડોદરામાં વેબસાઈટ થકી એસ્કોર્ટ સર્વિસનો ઓનલાઈન ગોરખ ધંધો કરતા મૂળ દિલ્હીના એક દલાલની કારેલી બાગ પોલીસે ધરપકડ કરી છે, જ્યારે એક કોલગર્લ ફરાર થઈ છે. પોલીસે આ આરોપીની VIP રોડ પરથી ધરકપકડ કરી છે.

વેબસાઈટ દ્વારા એસ્કોર્ટ સર્વિસનો ઓનલાઈન ધંધો કરનારાની ધરપકડ
વેબસાઈટ દ્વારા એસ્કોર્ટ સર્વિસનો ઓનલાઈન ધંધો કરનારાની ધરપકડ

By

Published : Oct 24, 2020, 11:02 PM IST

  • વડોદરા પોલીસને મળી સફળતા
  • પોલીસે ઓનલાઇન કુટણખાનું ચલાવનારાની કરી ધરપકડ
  • આરોપી વ્હોટ્સેપના માધ્યમથી કોલગર્લના ફોટો મોકલતો હતો

વડોદરાઃ શહેરમાં વેબસાઈટ થકી એસ્કોર્ટ સર્વિસનો ઓનલાઈન ગોરખ ધંધો કરતા મૂળ દિલ્હીના એક દલાલની કારેલી બાગ પોલીસે ધરપકડ કરી છે, જ્યારે એક કોલગર્લ ફરાર થઈ છે. પોલીસે આ આરોપીની VIP રોડ પરથી ધરકપકડ કરી છે.

વેબસાઈટ દ્વારા એસ્કોર્ટ સર્વિસનો ઓનલાઈન ધંધો કરનારાની ધરપકડ

આરોપી વ્હોટ્સેપ ઉપર કોલગર્લના ફોટા મોકલતો હતો

સયાજીગંજ પોલીસ મથકમાં અગાઉ સેક્સ રેકેટમાં પકડાયેલા જીવન નામના દલાલે ફરી વેબસાઈટ થકી કુટણખાનું શરૂ કર્યું હતું. આરોપીએ એસ્કોર્ટ સર્વિસ વેબસાઇટ પર પોતાનો મોબાઈલ નંબર પણ આપ્યો હતો. જેથી કોઈ ગ્રાહક તેનો સંપર્ક કરે તો જીવન તેને વ્હોટ્સેપ પર કોલગર્લના ફોટા મોકલી આપતો હતો અને ફોટો પરથી કોઈ યુવતી પસંદ આવે તો ફોન પર જ ભાવતાલ અને સ્થળ નક્કી કરતો હતો.

એક કોલગર્લ ફરાર

આ ગોરખ ધંધા અંગે કારેલીબાગ પોલીસને જાણ થતાં પોલીસે છટકું ગોઠવ્યું હતું. જેમાં પોલીસે આરોપી જીવનને રૂપજીવિનીને લઈને VIP રોડ પર બોલાવ્યો હતો. ત્યારબાદ જીવન ફોન લઈને આવતા જ પોલીસે તેને દબોચી લીધો હતો. આ અંગે કારેલીબાગ PIએ જણાવ્યું હતું કે, જીવન સાથે મળેલી યુવતી સાઉથ ઈસ્ટની છે, જ્યારે એક હોટલમાં પણ જીવને કોલગર્લને રાખી હતી. જેની શોધખોળ ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details