વડોદરાઃ કોરોનાના કહેર વચ્ચે વડોદરા પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. રેડ ઝોન વિસ્તારો સહિત આસપાસના વિસ્તારોમાં સાફ-સફાઈ તેમજ સેનેટાઇઝેશનની સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે.
વડોદરા પાલિકા તંત્ર એક્શનમાં, રેડ ઝોનમાં સફાઈ અને સેનિટાઈઝેશન શરૂ - વડોદરા કોરોના વાઈરસ ન્યૂઝ
કોરોના વાઈરસના વધતાં સંક્રમણને લઈ સમગ્ર દેશમાં ચિંતાનો માહોલ છે. આ દરમિયાન જિલ્લાઓમાં તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. વડોદરામાં પણમ તંત્ર દ્વારા સફાઈ અને સેનિટાઈઝિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.
નાગરવાડા રેડ ઝોન વિસ્તારની પાસે આવેલી અમદાવાદી પોળમાંથી પણ કોરોના પોઝિટિવ દર્દી મળી આવતાં મહાનગર સેવા સદન તંત્ર એક્શનમાં આવ્યું છે. આજે એટલે કે ગુરૂવારે સવારથી નાગરવાડા રેડ ઝોન આસપાસના વિસ્તારોમાં સફાઈથી માંડી સેનેટાઈઝેશનની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વડોદરા મહાનગર સેવા સદનની સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે, ઉત્તર ઝોન અને પૂર્વ ઝોનમાં સમાવિષ્ટ એવાં આરાધના ટોકીઝથી શરૂ કરી સલાટવાડા નાગરવાડા, ભુતડીઝાંપા, હુજરાત પાગા રોડ, જ્યુબિલી બાગ, ગાંધીનગર ગૃહ, અમદાવાદી પોળ, રાવપુરા ટોવર, કોઠી ચાર રસ્તાથી પર આરાધના ટોકીઝ સુધીના વિસ્તારમાં ડોર ટુ ડોર ફ્યુરાની ગાડીઓ, રસ્તા પરની સફાઈ, જંતુનાશક દવાનો છંટકાવ અને સેનેટાઈઝેશનની સઘન કામગીરી કરવામાં આવી હતી.