ગુજરાત

gujarat

ETV Bharat / city

રાતના અંધારામાં અંતિમક્રિયા, કોરોના મૃત્યુ આંક છુપાવવાનો આરોપ - Funeral of patients

રાજ્યમાં કોરોનાનો વ્યાપ ફરી એકવાર વધી રહ્યો છે, એવામાં સરકારી તંત્રએ વાંરવાર દાવા કર્યા છે કે કોરોનાને કારણે મૃત્યુ આંક ઓછો છે પરંતુ ગત શુક્રવારે તંત્રની પોલ ખુલી હતી. વડોદરા શહેરના ખસવાડી સ્મશાન અને બીજા અન્ય સ્મશાનમાં કોરોનાથી મૃત્યું પામેલ દર્દીઓના રાતના અંધારમાં અંતિમવિધિ કરવામાં આવી રહી છે.

vadodara
મૃત્યુંઆંક છુપાવવા માટે વડોદરા તંત્ર કરી રહી છે રાતના અંધારામાં કોરોના દર્દીઓની અંતિમક્રિયા

By

Published : Mar 27, 2021, 1:29 PM IST

Updated : Mar 27, 2021, 5:38 PM IST

  • રાજ્યામાં કોરોનાનો વધી રહ્યો છે વ્યાપ
  • વડોદરા પાલિકા કોરોનાનો મૃત્યુંઆંક છુપાવવામાં વ્યસ્ત
  • રાતનાં અંધારે થઇ રહી છે મૃતકોની અંતિમક્રિયા



વડોદરા: શહેરના કેટલાક સ્મશાનમાં રાત પડે ત્યારે કોવિડ 19થી મૃત્યુ પામેલા દર્દીઓની અંતિમક્રિયા કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. મોડીરાતના અનેક પીડિત દર્દીઓની અંતિમવિધિ થાય છે તેમાં ખાસ કરીને ખાસવાડી સ્મશાન ખાતે ખુબ મોટી સંખ્યામાં મૃતદેહોને લાવવામાં આવતા હોય છે.
છે .

કોરોના પોઝિટિવની માત્ર મૌખિક જાણકારી

શુક્રવારે મોડીરાત્રે ખાસવાડી સ્મશાન ખાતે વધુ 4 કોરોના દર્દીઓના મૃતદેહની અંતિમક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ગોત્રી હોસ્પિટલમાં દાખલ એક વૃદ્ધ દર્દી આઠ દિવસથી કોરોનાથી સંક્રમિત હતા. તેમને ન્યુમોનિયાની પણ તકલીફ હતી. જે બાદ હોસ્પિટલમાં દાખલ થયાના બે દિવસ પછી સત્તાવાળાઓ દ્વારા દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની માત્ર મૌખિક જાણ પરીવારને કરી હતી . તેઓને કોઈ રિપોર્ટ આપવામાં આવ્યા ન હતા. ચાલી રહેલી સારવાર દરમ્યાન શુક્રવારે સાજે દર્દીના પુત્રને ફોન આવ્યો હતો કે, તમારા પિતાને એટેક આવ્યો છે. જેથી પરિવારના સભ્યો દોડતા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં દર્દીનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો : વડોદરામાં કોરોના વિષયક તકેદારીના ભાગરૂપે ડિજિટલ સેવા સેતુ યોજાશે, મુખ્ય સચિવે માર્ગદર્શન આપ્યું

પુત્રએ લગાવ્યા હોસ્પિટલ પર આક્ષેપ

દર્દીના પુત્રે આક્ષેપ કર્યો હતો કે, મારા પિતાનું સાંજના 5 વાગ્યાના અવસાન થયા બાદ મોડી રાત સુધી તેમનો મૃતદેહ બેડ પર એમનો એમ મૂકી રાખવામાં આવ્યો હતો. મૃતદેહ પર કોઈએ ચાદર પણ નહોતી ઓઠાવી. આ વોર્ડમાં અન્ય ચારથી પાંચ દર્દીઓ પણ દાખલ છે. ત્યારે તેઓની માનસિક પરિસ્થિતિ કેવી થતી હશે તે એક અઘરો વિષય છે અને આવી પરિસ્થિતિના કારણે જ મારા પિતાનું મોત નીપજ્યું હતું. જ્યારે દર્દીને અમે ટ્રાન્સફર કરવાની વાત કરી તો હોસ્પિટલના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, એકવાર તમે અહીંથી દર્દીને લઈ જશો અને પછી પરત આવશો તો અમે દાખલ કરીશું નહીં અને છેલ્લે અમારા પિતાનો તેઓએ મૃતદેહ સુપરત કર્યો હતો.

શહેરમાં અનેક લોકોના કોરોનાથી થયા મૃત્યું હોમ ક્વોરોન્ટાઇન

ન્યૂ વીઆઇપી રોડ પર ખોડીયારનગર પાસેના મુખીનગરમાં રહેતા 76 વર્ષીય આધેડે તારીખ 18 ના રોજ ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો . તેથી તેઓ હોમ ક્વોરેન્ટાઇન થયા હતા. શુક્રવારે સાંજે તેઓએ ગભરામણ થવાની ફરિયાદ કરતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા . જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અન્ય એક બનાવમાં વાઘોડિયા રોડ પર આવેલ નીલકંઠ હોસ્પિટલ ખાતે કોકીલાબેન નામના વૃદ્ધા કોરોનાની સારવાર માટે દાખલ થયા હતા .હોસ્પિટલમાં વેન્ટિલેટર ન હોવાથી તેમને ન્યુવીઆઇપી રોડની મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા . જે પછી સયાજી હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. જ્યાં શુક્રવારે રાત્રે. 8 વાગ્યે દર્દીનું મોત નીપજ્યું હતું . જે બાદ રાત્રીના 11 કલાકે મૃતકને અંતિમક્રિયા અર્થે ખાસવાડી સ્મશાન ખાતે લાવવામાં આવ્યો હતો. આ સમયે અહીં તેમનાં એકમાત્ર સંબંધી આવ્યા હતા અને અંતિમક્રિયાના સમયે સ્મશાનનો કોઈ સ્ટાફ હાજર ન હોવાથી અન્ય પુરુષ દર્દીના મૃતકની અંતિમવિધિ કરવા આવેલા સ્નેહીજનો એ તેની અંતિમવિધિમાં મદદ કરી હતી .

આ પણ વાંચો : કોરોના વધતા સંક્રમણને લઇને તંત્ર એક્શનમાં

સરકારી ચોપટે આંકડો ઝીરો

આમ શુક્રવારે રાતે ખાસવાડી સ્મશાનમાં જ 3 કોરોનાના દર્દીઓની અંતિમવિધિ પાર પડાઈ હતી. બીજી તરફ અન્ય સ્મશાનગૃહમાં પણ કોરોનાના મૃતકની અંતિમક્રિયા થતી હોય તેના પરથી કોરોનાનો મૃત્યુઆંક ઘણો ઊંચો હોવાનું મનાઈ રહ્યું છે . જ્યારે સરકારી ચોપડે ડેથ ઓડીટ કમિટી કોરોનાથી કોઈનું મૃત્યુ થયું નથી એમ જણાવી રહ્યું છે. નોંધનીય છે કે દિન પ્રતિદિન ના સંકમણના કેસ વધતા જાય છે જે વહીવટીતંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.

Last Updated : Mar 27, 2021, 5:38 PM IST

ABOUT THE AUTHOR

...view details