ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા નગરપાલિકાની દબાણ શાખાએ 8 મકાનો તોડી પાડયા - BARODA NEWS

વડોદરા મહાનગરપાલિકાએ કલેકટર હસ્તકની સરકારી જમીન પર બંધાયેલા અને દબાણ કરાયેલા તમામ આઠ જેટલા મકાનો હાઈકોર્ટના આદેશ અનુસાર તોડી પાડ્યા હતા.

વડોદરા નગરપાલિકાની દબાણ શાખાએ 8 મકાનો તોડી પાડયા
વડોદરા નગરપાલિકાની દબાણ શાખાએ 8 મકાનો તોડી પાડયા

By

Published : Apr 17, 2021, 10:27 AM IST

  • સરકારી પ્લોટમાં બંધાયેલા પાકા 8 મકાનો દબાણ શાખાએ તોડી પાડયા
  • કલેકટર હસ્તકની આ જમીન પરના દબાણો દુર કરવા પોલીસ કાફલો તૈનાત કરાયો
  • દબાણ કરાયેલા તમામ આઠ જેટલા મકાનો દુર કરવા હાઇકોર્ટે આદેશ આપ્યો

વડોદરા: વાઘોડિયા વિસ્તારના TP-13ના ફાઇનલ પ્લોટ 501ના મહાકાળી નગરના સરકારી પ્લોટમાં બંધાયેલા પાકા 8 મકાનો હાઈકોર્ટના આદેશ અનુસાર નગરપાલિકાની દબાણ શાખાએ તોડી પાડયા હતા. કલેક્ટર હસ્તકની આ જમીન પરના દબાણો દુર કરવા પોલીસ કાફલો તૈનાત કરાયો હતો.

આ પણ વાંચો:વડોદરાના વહીવટી વોર્ડ 11 માં પાલિકાની દબાણ શાખા દ્વારા દબાણો હટાવાયા

GEB, આરોગ્ય અને TP સહિતના વિભાગનો સ્ટાફ સાથે રાખીને કામગીરી કરવામાં આવી

મહાનગરપાલિકાના સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર શહેરના વાઘોડીયા વિસ્તારની TP-13ના ફાઇનલ પ્લોટ નંબર 501 સરકાર હસ્તકનો પ્લોટ છે. આ પ્લોટના મહાકાળી નગરમાં 8 પાકા મકાનોનું દબાણ કરવામાં આવ્યું હતું. આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. કલેકટર હસ્તકની સરકારી જમીન પર બંધાયેલા અને દબાણ કરાયેલા તમામ આઠ જેટલા મકાનો દુર કરવા હાઇકોર્ટે આદેશ આપ્યો હતો. જેથી નગરપાલિકાની દબાણ શાખાએ પોલીસ કાફલા સાથે મળીને કાયદો-વ્યવસ્થા જાળવીને તમામ પાકા આઠ મકાનો પર બુલડોઝર ફેરવીને સરકારી જગ્યા ખુલ્લી કરી હતી. કાર્યવાહી વેળાએ GEB, આરોગ્ય અને TP સહિતના વિભાગનો સ્ટાફ સાથે રાખીને કામગીરી કરવામાં આવી હતી.

આ પણ વાંચો:વડોદરામાં બાપોદ વિસ્તારમાં સ્થાનિકોએ કરેલા દબાણો તંત્રએ કર્યા દૂર

ABOUT THE AUTHOR

...view details