વડોદરાવડાપ્રધાન નરેન્દ્ર મોદી બે મહિના પહેલા વડોદરા શહેરમાં આવ્યા હતા. ત્યારે મોદી સાહેબના આગમનની તૈયારીના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ પેચ વર્ક કે ડામર નાખવા સહિતની કોન્ટ્રાકટની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આવી જ કામગીરી વડોદરા એરપોર્ટ રોડથી (Vadodara Airport Road) સરદાર એસ્ટેટ રોડ (Sardar Estate Road) પર કરવામાં આવી હતી. જે અંતર્ગત માણેક પાર્ક ખોડિયાર નગર (Manek Park Khodiyar Nagar Vadodara) અને ન્યુ VIP રોડ ચાર રસ્તા પર પેચ વર્ક, ડામર અને કાર્પેટીંગનું કામ (Asphalt and carpeting work) કરવામાં આવ્યું હતું. તેના માટે અંદાજિત 84 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
બે મહિના બાદ જે રીતના રસ્તા બીમાર હાલતમાં હતા તે રીતે પાછા પરિવર્તિત થતા રોડ પરનો 84 લાખનો ખર્ચ ધોવાઈ ગયો હતો. રોડ બનાવવા લાખો ધોવાયાવડાપ્રધાનના બજેટમાં કોઈ કચાસ ન રહે તે માટે પાલિકાએ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. વિવિધ સ્થળોએ રોડના કામો થયા હતા, પરંતુ આ કામના માત્ર બે મહિના પછી મોદી આવીને ગયા હતા. આ જ સ્થિતિમાં ફરી બે મહિનામાં રોડ પરનો ડામર નીકળીને ખાડા પડી ગયા હતા. આમ વડાપ્રધાનના આગમન માટેનો રોડ પરનો 84 લાખનો ખર્ચ ધોવાઈ ગયો હતો.
આ પણ વાંચોપોરબંદર-દ્વારકા નેશનલ હાઇવેની હાલત બિસ્માર, રસ્તા સમારકામ કરવા AAPની માંગ
રિપેરિંગ પાછળ ખર્ચ કરે છે કે કેમવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (Vadodara Municipal Corporation) માત્ર બે મહિના જેટલો સમય ચાલે છે. તે પ્રકારનો રોડ રિપેરિંગ પાછળ ખર્ચ (Road repairing expenses) કરે છે કે કેમ તે એક પ્રશ્ન છે. પાલિકામાં વિરોધ પક્ષના નેતા અમી રાવતે પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. બીજી તરફ આ બાબતે સ્થાનિકને પૂછતાં સ્થાનિકોએ રસ્તો જોઈને નિસાસો નાંખ્યો હતો. તેઓએ પાલિકાની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન મોદીની રાહત માટે કરવામાં આવેલો ખર્ચ પાણીમાં ગયો, ચાર માર્ગીય રોડ હવે તુટી જવાથી ત્રણ માર્ગીય પણ નથી.
આ પણ વાંચોખરેખર! બિસ્માર રસ્તાના કારણે થઈ રહ્યું છે લોકોનું સન્માન...
લોકોના પૈસા વેડફાયા બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો (Chairman of the Standing Committee) દાવો છે કે, રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. તેમણે દાવો કર્યો હતો કે, વડાપ્રધાન મોદીના રૂટ સાથેના સમગ્ર રસ્તાની હાલત સારી છે. જોકે અહીં સૌથી મહત્વની વાત એ છે કે બે મહિના પહેલા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાહેર કાર્યક્રમ હતો, ત્યારે નગરપાલિકાએ અઢળક નાણા ખર્ચ્યા. રસ્તાની હાલત જોયા બાદ તે નિશ્ચિત જણાય છે. નાણા વેડફાઈ ગયા જેથી પાલિકાએ રોડ રિપેર કરતા પહેલા કોન્ટ્રાક્ટરો પાસેથી કોઈ વોરંટી લીધી ન હતી. માત્ર સેમ્પલ તરીકે કામ કરીને રૂપિયા ચૂકવીને લોકોના પૈસા વેડફાયા તે સૌથી મહત્વની બાબત છે.