વડોદરાશહેરમાં નવરાત્રિના ગરબા રાજ્યભરમાં પ્રખ્યાત છે. જોકે હવે તો નવરાત્રિના પવિત્ર અવસરને હવે ગણતરીના દિવસો (navratri festival 2022) બાકી છે. તેવામાં હવે વડોદરા મહાનગરપાલિકામાં (Vadodara Municipal Corporation) આવેલી માગણીના આધારે 25થી વધુ ગરબા આયોજકોને (Navratri organizers in Vadodara) પ્રતિદિન 1 રૂપિયાના ટોકન ભાડા પેટે મેદાનો ફાળવવામાં આવ્યા છે.
નજીવા ભાવમાં મળ્યા મેદાન આ મેદાનો મહાનગરપાલિકા (garba ground in vadodara ) દ્વારા સાવ જ નજીવા ભાવમાં ફાળવવામાં આવે છે, પરંતુ ગરબા આયોજકો (Navratri organizers in Vadodara) દ્વારા ગરબા રસિકો પાસેથી લાખો રૂપિયા જમા કરવામાં આવે છે. જો વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવે અને યોગ્ય દર નક્કી કરી ખેલાયાઓએ વધુ પૈસા ન ચૂકવવા પડે અને વડોદરા મહાનગરને આવેલા નાણાંનો યોગ્ય ઉપયોગ પણ થઈ શકે છે.
ગરબા આયોજકો સાથે શહેરીજનોને પણ ફાયદો થવો જોઈએઃ વિપક્ષઆ અંગે પ્રતિક્રિયા આપતા વિપક્ષનાં નેતા અમી રાવતે (VMC opposition leader Amee Rawat ) જણાવ્યું હતું કે, ગરબા એ સંસ્કારી નગરીની ઓળખ છે. ત્યારે વડોદરા શહેર મહાનગરપાલિકા દ્વારા આયોજકો દ્વારા કેટલાક આયોજકો ફ્રીમાં (Navratri organizers in Vadodara) આયોજન કરે છે, પરંતુ મોટા ભાગના આયોજકો કોમર્શિયલ હોય છે. તો કોર્પોરેશનને ફાયદો શું તે સવાલ નથી, પરંતુ શહેરના નાગરિકને શું ફાયદો. આયોજકો માત્ર બિઝનેસ કરી પ્રોફિટ કમાય છે. તો આયોજકો જો ગરબા રસિકો પાસેથી પૈસા લેતા હોય તો મહાનગરપાલિકાએ પણ આવા આયોજકો પાસેથી ભાડું વસૂલવું જોઈએ કાં તો નાગરિકોને નજીવા દરે ગરબા રમવા દેવા જોઈએ.