ગુજરાત

gujarat

ETV Bharat / city

Vadodara Municipal Commissioner Meeting:ઉનાળામાં પાણીની તંગી ન થાય તે માટે મ્યુનિ. કમિશનરે અધિકારીઓને આપી સૂચના - પાણીની સમસ્યા નિવારવા એક્શન પ્લાન

વડોદરામાં ગંદા પાણીની સમસ્યાના ઉકેલ (Water problem in Vadodara) અને ચોમાસાને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનરે એક બેઠક (Vadodara Municipal Commissioner Meeting) યોજી હતી. આ બેઠકમાં મ્યુનિસપલ કમિશનર શાલિની અગ્રવાલે અધિકારીઓને સૂચના આપી હતી.

Vadodara Municipal Commissioner Meeting:ઉનાળામાં પાણીની તંગી ન થાય તે માટે મ્યુનિ. કમિશનરે અધિકારીઓને આપી સૂચના
Vadodara Municipal Commissioner Meeting:ઉનાળામાં પાણીની તંગી ન થાય તે માટે મ્યુનિ. કમિશનરે અધિકારીઓને આપી સૂચના

By

Published : Mar 14, 2022, 8:22 AM IST

વડોદરાઃ શહેરમાં ગંદા પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા (Water problem in Vadodara) અને આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી જરૂરી એક્શન પ્લાન બનાવવા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે એક બેઠક યોજી (Vadodara Municipal Commissioner Meeting) હતી, જેમાં તેમણે અધિકારીઓને સૂચના આપી હતી. પાણીના કોન્ટામિનેશન અને ઉનાળાની ઋતુ દરમિયાન પાણીના પ્રશ્નોના નિવારણ કરી શકાય તેના સંકલન અને આયોજન માટે આ બેઠક યોજાઈ હતી.

ઉનાળામાં પાણીની સમસ્યા ન રહે તે માટે એક્શન પ્લાન તૈયાર કરાશે

ઉનાળામાં પાણીની સમસ્યા ન રહે તે માટે એક્શન પ્લાન તૈયાર કરાશે

જે જે વિસ્તારોમાં કોન્ટામિનેશન છે. તે પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવા દરેક વિભાગોને સંકલન કરવા તેમ જ આગામી ઉનાળાના દિવસો દરમિયાન શહેરના જે વિસ્તારોમાં પાણીની સમસ્યાના નિરાકરણ માટેનો એક્શન પ્લાન તૈયાર (Action plan to solve water problem) કરવાનો રહેશે.

આ પણ વાંચો-Narmada water in Kutch: નર્મદાના વધારાના પાણી તો દૂર સરકારે કચ્છના ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું

મ્યુનિ. કમિશનરે આપી સૂચના

આ બેઠકમાં પાણી અંગેની ડેડિકેટેડ કમ્પ્લેઈન્ટ (Dedicated complaint) માટેનો ટેલિફોન નંબર અને તેના પર જે ફરિયાદો આવે તેનો એક્શન પ્લાન અને તેના નિકાલ અંગે (Action plan to solve water problem) તથા તમામ ઝોનના કાર્યપાલક એન્જિનિયર્સ તેમ જ પાણી પૂરવઠાના અધિકારીગણ સાથે દરરોજ સાંજે સંકલન બેઠક કરવા મ્યુનિસિપલ કમિશનરે (Vadodara Municipal Commissioner Meeting) સૂચના આપી હતી.

આ પણ વાંચો-Indian Farmers Union: 15મી માર્ચ સુધીમાં બજેટમાં ફાળવેલી નર્મદા નીર માટે રકમની જોગવાઈ નહીં થાય તો થશે આંદોલન

દૂષિત પાણીના નમૂના લેવા અને ચકાસણી કરી રિપોર્ટ આપવો પડશે

આગામી સમયમાં શહેરમાં નાગરિકો દ્વારા પાણીનો બગાડ ન થાય તથા ચાલૂ નળે ડાયરેક્ટ મોટર ન લગાવે તે માટે પણ જાગૃતિ લાવવા (Action plan to solve water problem) ઝૂંબેશ શરૂ કરવામાં આવશે. આ બેઠકમાં પાણીની લાઈન ઉપરના ચેક પોઇન્ટ્સને તાત્કાલિક શોધી તેના સત્વરે રિપેરીંગ કરવા અને દૂષિત પાણી અંગે મળેલ ફરિયાદ અંગે જે તે વિસ્તારમાંથી બહોળા પ્રમાણમાં પાણીના નમૂના લેવા અને પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે તેની તાત્કાલિક ચકાસણી કરી રિપોર્ટ તૈયાર કરવાના રહેશે, જેથી સ્થળ ઉપર જ વોટર કોન્ટામિનેશનની ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ લાવી પાણીજન્ય રોગો ઉપર અંકુશ મેળવી શકાય.

ABOUT THE AUTHOR

...view details