ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા MS યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં વડાપ્રધાન મોદીને ઓનલાઈન જોડાવા માટે કરાયા આમંત્રિત

વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પદવીદાન સમારંભ આગામી માર્ચ મહિનામાં યોજાનાર છે. ત્યારે આ વર્ષે ચીફ ગેસ્ટ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓનલાઇન આમંત્રણ આપવામાં આવ્યું છે. હજી સુધી પદવીદાન સમારંભની તારીખ નક્કી કરવામાં આવી નથી. દર વર્ષે ડિસેમ્બર મહિનામાં પદવીદાન સમારંભ યોજવામાં આવતો હોય છે.

નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી

By

Published : Jan 29, 2021, 12:23 PM IST

  • આગામી માર્ચ મહિનામાં પદવીદાન સમારંભ યોજાશે
  • નરેન્દ્ર મોદીને ઓનલાઇન આમંત્રણ આપવામાં આવ્યું
  • 2014માં વડોદરાની સીટથી જ લડ્યા હતાં ચૂંટણી

વડોદરા: વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દર વર્ષે ડિસેમ્બર મહિનાના અંતમાં અને જાન્યુઆરીના પહેલા મહિનામાં પદવીદાન સમારંભ યોજાતો હોય છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે હજુ સુધી પદવીદાન સમારંભ યોજવામાં આવ્યો નથી. જેના કારણે હજારો વિદ્યાર્થીઓ અટવાઇ ગયા છે. દર વર્ષે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પદવીદાન સમારંભમાં આપવામાં આવતા હોય છે અને દેશના મહાનુભાવોને ગેસ્ટ તરીકે આમંત્રણ આપવામાં આવતું હોય છે. આગામી માર્ચ મહિનામાં પદવીદાન સમારંભ યોજાશે તેવું સિન્ડિકેટ સભ્ય સત્યમ કુલાબકરે જણાવ્યું હતું.

ફરી એકવાર વડોદરા પધારશે નરેન્દ્ર મોદી
એમએસ યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય સત્યમ કુલાબકરે જણાવ્યું હતું કે, આ વર્ષે પદવીદાન સમારંભ માર્ચ મહિનામાં યોજવામાં આવશે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચીફ ગેસ્ટ તરીકે ઓનલાઇન આમંત્રણ આપવામાં આવ્યું છે. વડોદરા માટે ખુશીની વાત છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર વડોદરા પધારશે. 2014માં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાથી લોકસભા સીટ પર ચૂંટણી લડ્યા હતા અને જંગી બહુમતીથી જીત હાસિલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details