વડોદરાઃ શહેરના કારેલીબાગ વિસ્તારમાં મુક્તાનંદ સર્કલ પાસે માનસિક આરોગ્ય હોસ્પિટલ આવેલી છે. અહીં દર્દીઓ (Patients of Vadodara Mental Hospital) પોતાની સારવારની સાથે સાથે અનેક ઘર ઉપયોગી વસ્તુઓ (Activity of mentally unstable patients) પણ બનાવે છે. તેમણે બનાવેલી આ વસ્તુઓને બજારભાવ કરતાં નજીવી કિંમતે વેંચવામાં આવે છે. આ ઉપરાંત દર્દીઓ સામાન્ય ગ્રાહક સાથે સોસાયટીઓ, NGO અને ખાનગી કંપની દ્વારા ઓર્ડર પર વસ્તુઓ તેમ જ પોતાની શક્તિ અનુસાર લેબર વર્ક પણ કરી આપે છે. એટલે તેમની સારવારની સાથે આર્થિક ઉપાર્જન અને સમાજને ઉપયોગી વસ્તુઓ વાજબી (Patients work with treatment) ભાવે મળી રહે છે.
મેન્ટલ હોસ્પિટલના દર્દીઓ બનાવે છે વિવિધ ચીજ વસ્તુઓ -શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી માનસિક આરોગ્યની આ હોસ્પિટલ એવો શબ્દ સાંભળતા બધાને પહેલો જ વિચાર આવે છે કે, અસ્થિર મગજના લોકોને રહેવાની જગ્યા છે. પરંતુ જો તમે અહીંના ઓક્યૂપેશનલ થેરાપી વિભાગની મુલાકાત લેશો. તો તમને ખબર પડશે કે, કોઈ માસ્ક બનાવી રહ્યું છે. તો કોઈ ઓશિકા, તો કોઈ ગાદલા બનાવી રહ્યું છે તો કોઈક કી-કિચન. કોઈક મોબાઈલ સ્ટેન્ડ બનાવી રહ્યું છે. તો કોઈક નાઈટ લેમ્પની પોલિસીંગ કરીને રંગ ચડાવી રહ્યા છે. તો કોઈ ફિનાઈલ, સાવરણા-સાવરણી, હેન્ડવોશ (Activity of mentally unstable patients) બનાવી રહ્યા છે.
ખાસ ટ્રેનર માર્ગદર્શન આપે છે - આ તમામ વસ્તુઓ માનસિક રીતે અસ્વસ્થ લોકો એક ખાસ ટ્રેનરના માર્ગદર્શન હેઠળ કરતા હોય છે. આ કામ માનસિક અસ્થિર હોવા છતાં દર્દીઓ એટલું ચોકસાઈપૂર્વક કરતા હોય છે કે, તેમને જોઈને કોઈ કહી શકે કે, આ લોકો આવી બીમારીથી પીડાતા હશે.
સ્ટોલના માધ્યમથી વસ્તુ ખરીદી શકાય છે- સોસાયટી કે સંસ્થાઓ હોસ્પિટલ દ્વારા બનાવવામાં આવતી 28થી પણ વધુ ચીજવસ્તુઓ માટે ઓર્ડર આપવામાં આવે છે. આ સિવાય જેટલી વસ્તુઓ તૈયાર હોય છે. તે હોસ્પિટલ બહાર સ્ટોલ પરથી મેળવી શકે છે. આ ઉપરાંત જો કોઈ સંસ્થા કે સોસાયટી પોતાનું મટિરીયલ આપે તો માત્ર લેબર ચાર્જ લઈને પણ દરજી કામ સહિતની વસ્તુઓ બનાવી આપે છે.
દર્દીઓને ખરાબ વિચાર ન આવે માટે સોંપાય છે કામ -મેન્ટલ હોસ્પિટલના ઓક્યૂપેશન થેરાપી વિભાગમાં (Mental Hospital Occupational Therapy Department) ફરજ બજાવતાં ડોક્ટર કૃતિકા પટેલે જણાવ્યું હતું કે, અમારે ત્યાં માનસિક રીતે અસ્થિર હોય તેવા દર્દીઓ સારવાર માટે (Patients work with treatment) આવતા હોય છે, જેથી તેમની ટ્રિટમેન્ટ માટે ઑકેશન થેરાપી વિભાગ સૌથી મહત્વનું બને છે. હોસ્પિટલમાં દર્દીઓ સતત કામમાં પ્રવૃત રહે તે ઘણું મહત્વનું છે. કારણ કે, કામ કરવાના કારણે તેમના મગજમાં આવતા ખરાબ વિચારો નિયંત્રિત રહે છે. જેથી તેમની માનસિક સ્થિતિમાં સુધારો થાય છે.