ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનામુક્ત થયા બાદ વડોદરાના મેયરે કર્યું પ્લાઝમા ડોનેશન - keyur rokadiya donated plasma in vadodara

હાલમાં કોરોના મહામારીને પગલે દર્દીઓની સારવાર માટે પ્લાઝમા થેરાપી મદદગાર સાબિત થઈ રહી છે. જેને લઈને લોકો માટે પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડવા માટે વડોદરાના મેયર કેયુર રોકડિયાએ કોરોનામુક્ત થયા બાદ પ્લાઝમા ડોનેટ કર્યા હતા.

કોરોનામુક્ત થયા બાદ વડોદરાના મેયરે કર્યું પ્લાઝમા ડોનેશન
કોરોનામુક્ત થયા બાદ વડોદરાના મેયરે કર્યું પ્લાઝમા ડોનેશન

By

Published : May 2, 2021, 7:11 PM IST

  • મેયરે પ્લાઝમા ડોનેટ કરી લોકો માટે ઉદાહરણ પાડ્યુ પૂરુ
  • કોરોનાની સારવારમાં મદદરૂપ સાબિત થઈ રહી છે પ્લાઝમા થેરાપી
  • મેયરે શહેરીજનોને પણ પ્લાઝમા ડોનેટ કરવા માટે કરી અપીલ

વડોદરા: શહેરના મેયર કેયુર રોકડિયાએ સ્વસ્થ થયા બાદ શહેરની સર સયાજીરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ ખાતે પ્લાઝમા ડોનેટ કરીને શહેરીજનોને પણ પ્લાઝમા ડોનેટ કરવા અપીલ કરી છે.

કોરોનામુક્ત થયા બાદ વડોદરાના મેયરે કર્યું પ્લાઝમા ડોનેશન

હાલમાં રોજ 20 જેટલા દર્દીઓ માટે આવે છે પ્લાઝમાની માગ

હાલમાં સયાજી હોસ્પિટલમાં રોજના 20થી વધુ લોકોની પ્લાઝમા માટેની માગ આવતી હોય છે. જે લોકો કોરોનામુક્ત થયા હોય, તેઓ પ્લાઝમા ડોનેટ કરીને અન્ય સંક્રમિતોની મદદ કરી શકતા હોય છે, જેના કારણે મેયક કેયુર રોકડિયાએ સયાજી હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેશન બાદ કોરોનામુક્ત થયેલા શહેરીજનોને આગળ આવીને પ્લાઝમા ડોનેટ કરવા જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details