ગુજરાત

gujarat

ETV Bharat / city

લોકડાઉન દરમિયાન વડોદારમાં પત્નીએ પતિને લુડોમાં હરાવ્યો, પતિએ પત્નીને માર્યો ઢોર માર - મહિલા પર હિંસા

વડોદરામાં લોકડાઉનમાં કોરોનાથી બચવા પત્નીએ પતિને બહાર સોસાયટીમાં જવાં કરતાં ઘરમાં રહી લુડો રમવાનું કહ્યું હતું. લુડો રમતી વખતે પત્નીએ પતિને અનેક વખત હરાવ્યો હોવાથી બંને વચ્ચે બોલાચાલી થઈ અને બાદમાં પતિએ પત્નીને માર માર્યો હતો.

લોકડાઉન દરમિયાન વડોદારમાં પત્નીએ પતિને લુડોમાં હરાવ્યો, પતિએ પત્નીને ઢોર માર માર્યો
લોકડાઉન દરમિયાન વડોદારમાં પત્નીએ પતિને લુડોમાં હરાવ્યો, પતિએ પત્નીને ઢોર માર માર્યો

By

Published : Apr 28, 2020, 12:23 AM IST

વડોદરાઃ વડોદરામાં ઓનલાઇન લુડો રમતને લઈને વડોદરામાં 24 વર્ષીય મહિલાને પોતાના પતિ દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. બાદમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મળતી વિગતો મુજબ, મહિલાએ સતત ત્રણથી ચારવાર તેના પતિને લુડોમાં હરાવ્યો હતો, જેના પગલે બંને વચ્ચે લડાઈ થઈ હતી.

બાદમાં આ લડાઈએ મોટુ સ્વરુપ લીધુ અને પતિ પત્નીને માર મારવા લાગ્યો હતો. આ હિંસામાં મહિલાને કરોડરજ્જુ પર ગંભીર ઇજાઓ થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. આ ઘટનાને વખોડતાં 181 અભયમ હેલ્પલાઈનના સલાહકારોએ જણાવ્યું કે, મહિલા પરિવારની આવકમાં ફાળો આપવા માટે ઘરે ટ્યુશન કરાવે છે.

લોકડાઉનમાં કોરોનાથી બચવા પત્નીએ પતિને બહાર સોસાયટીમાં જવાં કરતાં ઘરમાં રહી લુડો રમવાનું કહ્યું હતું. લુડો રમતી વખતે પત્નીએ પતિને અનેક હરાવ્યો હતો. આ કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં તે શખ્સે તેની પત્ની સાથે દલીલ કરવાનું શરૂ કર્યું અને દલીલ હિંસક થઈ ગઈ. આ નાની બોલાચાલીએ મોટું સ્વરુપ લેતાં તે તેની પત્નીને માર મારવા લાગ્યો અને આ ઘટના બની હતી.

ABOUT THE AUTHOR

...view details