વડોદરા :કહેવાય છે ને પ્રેમ આંધળો હોય છે. પ્રેમને પામવા વ્યક્તિ કોઇ પણ હદ વટાવી જાય છે. અત્યાર સુધી આપણે પ્રેમ પ્રકરણના અનેક કરૂણ કિસ્સાઓ સાંભળ્યા અને જોયા હશે. તાજેતરમાં જ સુરતની ગ્રીષ્માનો કિસ્સો સામે આવ્યો હતો. આ ઘટનાના દ્રશ્યો જોઇ સમગ્ર રાજ્ય ચોંકી સ્તબધ થઇ ગયુ હતુ. જોકે વડોદરામાં આજે ધોળા દિવસે બનેલી ઘટનાએ ફરી એક વખત સૌ કોઇને આશ્ચર્યમાં મુકી દીધા (Murder in Vadodara) છે.
વડોદરામાં પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામઃ પુત્રવધુના પ્રેમીએ ઘરમાં ઘૂસીને સાસુની કરી હત્યા - વડોદરામાં પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામઃ
વડોદરા શહેરના વડસર બ્રીજ નજીક ધોળા દિવસે પ્રેમીએ ઘરમાં ઘૂસી પ્રેમીકાની સાસુની કરપીણ હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. જેમાં વૃદ્ધાની હત્યા (Murder in Vadodara) કર્યા બાદ હત્યારો ઘટના સ્થળેથી ફરાર થઇ જતા માંજલપુર પોલીસે ગણતરીની મીનિટોમાં તેને ઝડપી પાડી પુછતા છ હાથ ધરી છે. Vadodara love affair mother in law lost life
પુત્રવધુનો પ્રેમી હત્યારો હોવાનુ પોલીસ તપાસમાં ખુલ્યું :વડોદરાશહેરના વડસર બ્રીજ નજીક આવેલા અંબે એન્કલેવમાં રહેતા વૃદ્ધા દક્ષાબેનની આજે ધોળા દિવસે તેમના જ ઘરમાંહત્યા (Murder in Vadodara) કરી દેવામાં આવી છે. જોકે આ હત્યા પાછળ તેમની પુત્રવધુનો પ્રેમી હત્યારો (Vadodara love affair mother in law lost life) હોવાનુ પોલીસ તપાસમાં ખુલ્યું છે. દક્ષાબેનની હત્યા કરનાર નવાયાર્ડના સોનુ ઉર્ફે શાહરૂખ પઠાણને ગણતરીની મીનિટોમાં પોલીસે દબોચી લીધો છે.
ધોળા દિવસે ઘરમાં કરી હત્યા :દક્ષાબેનની હત્યા કરનાર સોનુ ઉર્ફે શાહરખના સાગરીત હસીન પઠાણની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે. જોકે પોલીસના હાથે ઝડપાયેલા સોનુ ઉર્ફે શાહરૂખ પઠાણની પ્રાથમિક પુછતાછમાં જાણવા મળ્યું હતુ કે, અંદાજીત એક અઠવાડીયા પૂર્વે શાહરૂખ વિરૂદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવામાં આવી હતી. જે અંગે પોલીસ દ્વારા શાહરૂખ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બાબતની રીષ રાખી તેણે આજે દક્ષાબેનના ઘરે પહોંચી તેઓની હત્યા કરી નાખી હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.