વડોદરાઃ શહેરમાં નવાયાર્ડથી પંડ્યાબ્રિજ સુધીના જાહેર માર્ગ પર અસામાજિક તત્વો દ્વારા થતી ગુનાહિત પ્રવૃત્તિથી ત્રાહિમામ પોકારી ઉઠેલા વિસ્તારના રહીશો દ્વારા પોલીસ કમિશરને આવેદન પત્ર પાઠવી જાહેર માર્ગ પર CCTV કેમેરા લગાવવા માગ કરી હતી.
વડોદરામાં જાહેર માર્ગ પર CCTV કેમેરા લગાવવા સ્થાનિકોએ કરી માગ - Commissioner of Police
વડોદરામાં નવાયાર્ડથી પંડ્યાબ્રિજ સુધીના જાહેર માર્ગ પર અસામાજિક તત્વો દ્વારા થતી ગુનાહિત પ્રવૃત્તિથી ત્રાહિમામ પોકારી ઉઠેલા વિસ્તારના રહીશો દ્વારા પોલીસ કમિશરને આવેદન પત્ર પાઠવી જાહેર માર્ગ પર CCTV કેમેરા લગાવવા માગ કરી હતી.
શહેરના નવાયાર્ડ, લાલપુરા, ગેફાઇડ કમ્પાઉન્ડ, સુરભી કોમ્પ્લેક્સ, શંકરવાડી વિસ્તારના રહીશો દ્વારા સામાજીક કાર્યકર વિજય જાધવની આગેવાનીમાં પોલીસ ભુવન ખાતે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. જ્યાં રજૂઆત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, નવાયાર્ડથી પંડ્યા હોટેલ સુધીના મુખ્યમાર્ગ પર અવારનવાર ચોરીઓ, ચીલઝડપના કિસ્સાઓ બની રહ્યાં છે તેમજ વિસ્તારમાં જાહેર માર્ગ પર શાળાઓ આવેલી હોવાથી અસામાજિક તત્વો ટ્રાફિકના નિયમો નેવે મૂકી પૂર ઝડપે ગાડી હંકારી લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ઉપરાંત અસામાજિક તત્વોના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે, મુખ્ય માર્ગ પર CCTV કેમેરા લગાવવામાં આવે જેથી અસામાજિક તત્વો કૃત્ય આચરતાં ડરશે અને તેઓને પકડવામાં સરળતા રહેશે.