ગુજરાત

gujarat

લોકડાઉનને કારણે સર્જાયેલી આર્થિક સમસ્યામાં કોંગ્રેસ આગેવાનોએ વીજ બીલ માફીની માગ કરી

By

Published : May 30, 2020, 5:45 PM IST

વડોદરામાં લોકડાઉનને કારણે સર્જાયેલી આર્થિક સમસ્યામાં વીજ બીલ માફીની માગ વોર્ડ નંબર 3ના કોંગ્રેસના આગેવાનોએ કરી છે. તેમણે મીટર રિડિંગ ભૂલ અને વીજ બીલ અંગે કારેલીબાગ સબ ડિવિઝનમાં રજૂઆત કરી હતી.

demanded waiver of electricity bills
વડોદરાઃ વોર્ડ નંબર 3માં કોંગ્રેસના આગેવાનોએ વીજ બીલ માફની માગ કરી

વડોદરાઃ વડોદરામાં લોકડાઉનને કારણે સર્જાયેલી આર્થિક સમસ્યામાં વીજ બીલ માફીની માગ વોર્ડ નંબર 3ના કોંગ્રેસના આગેવાનોએ કરી છે. તેમણે મીટર રિડિંગ ભૂલ અને વીજ બીલ અંગે કારેલીબાગ સબ ડિવિઝનમાં રજૂઆત કરી હતી.

વડોદરાઃ વોર્ડ નંબર 3માં કોંગ્રેસના આગેવાનોએ વીજ બીલ માફની માગ કરી

શહેરમાં વોર્ડ નંબર 3ના કોંગ્રેસના પ્રમુખ હેરી ઓડ, મહિલા વોર્ડ પ્રમુખ પૂર્ણિમાબેન સિંધકર, કોંગ્રેસ અગ્રણી નિર્મલ ઠક્કર સહિત વિસ્તારના નાગરિકો શનિવારે મધ્યગુજરાત વીજ કંપની લિમિટેડ કારેલીબાગ સબ ડિવિઝન ઓફિસ ખાતે બીલ માફીની માગને લઈ પહોંચ્યા હતા. કોરોનાં વાઇરસને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં કોઈપણ પ્રકારના ધંધા, રોજગરમાં આવક ન થતા વીજ બીલ માફ કરવામાં આવે તેમજ જે બીલ બનાવવામાં આવ્યું છે તેમાં રીડિંગમાં ભૂલ થઈ છે ત્યારે તે રીડિંગ પુનઃ લેવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details