ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં ભાજપના અગ્રણીએ લોકડાઉનનો ભંગ કરી જન્મદિવસની ઉજવણી કરી, પોલીસે કાર્યવાહી હાથ ધરી - ભાજપના અગ્રણી

એક તરફ દેશના વડાપ્રધાન રાષ્ટ્રજોગ સંદેશ આપીને દેશવાસીઓને લોકડાઉનની સખ્તાઈથી પાલન કરવા અનુરોધ કરી રહ્યા છે. તેવા સમયે શિષ્તને વરેલી ભાજપાના અગ્રણી દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી લોકડાઉનના ભંગ સાથે ઉજવવાની ઘટના સામે આવી છે.

વડોદરામાં ભાજપના અગ્રણી દ્વારા લોકડાઉન ભંગ કરી જન્મદિવસની ઉજવણી કરાઇ
વડોદરામાં ભાજપના અગ્રણી દ્વારા લોકડાઉન ભંગ કરી જન્મદિવસની ઉજવણી કરાઇ

By

Published : May 13, 2020, 4:46 PM IST

વડોદરાઃ શહેરમાં ભાજપના વોર્ડ નં-7ના પ્રમુખે લોકડાઉનના લીરેલીરા ઉડાવ્યા છે. વડોદરા શહેરની તુલસીવાડીમાં ભાજપના વોર્ડ પ્રમુખ અનિલ પરમારે કાર્યકરોના ટોળા ભેગા કરીને મ્યૂઝિક સિસ્ટમના તાલે જન્મદિવસની ઉજવણી કરી હતી. અનિલ પરમારના જન્મદિવસની ઉજવણીમાં કેક કટિંગ સમયે મોટી સંખ્યા ભાજપના કાર્યકરો ભેગા થયા હતા.

વડોદરામાં ભાજપના અગ્રણી દ્વારા લોકડાઉન ભંગ કરી જન્મદિવસની ઉજવણી કરાઇ

કોરોના વાઈરસની મહામારી વચ્ચે રેડ ઝોન નાગરવાડા પાસે આવેલી તુલસીવાડીમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થયો હતો. ભાજપના વોર્ડ પ્રમુખ અનિલ પરમારે તુલસીવાડીમાં પોતાના ઘરની બહાર રસ્તા ઉપર જ જન્મદિવસની ઉજવણ કરી હતી અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા હતા. જો કે કારેલીબાગ પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે ભાજપના વોર્ડ પ્રમુખ સહિત તેમની સાથે ઉજવણીમાં જોડાયેલા મિત્રો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details