- વડોદરામાં હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસની (Vadodara High profile Rape Case) તપાસ SITને
- વડોદરા પોલીસ કમિશનરે તપાસ માટે કરી SITની રચના
- 3 ACP અને એક PIની SITની ટીમમાં સમાવેશ કરાયો
વડોદરાઃ શહેરમાં હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસની (Vadodara High profile Rape Case) તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. આ ટીમમાં આ ટીમમાં ACP અનીતા વાનાણી, ACP ક્રાઈમ ડી.એસ ચૌહાણ, ACP હાર્દિક માંકડિયા અને PI વી.આર ખેરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. દિલ્હીની હરિયાણવી યુવતી સાથે દુષ્કર્મના આરોપની ફરિયાદ 10 દિવસ અગાઉ નોંધાઈ હતી. જોકે, હજી પણ પોલીસ આરોપી અશોક જૈન અને બુટલેગર અલ્પુ સિંધીને શોધી રહી છે. આ પહેલા દુષ્કર્મ કેસમાં સૌથી પહેલા પકડાયેલા આરોપી હોટલ હાર્મોનીના માલિક કાનજી મોકરિયાને વડોદરા ક્રાઈમબ્રાન્ચે (Vadodara Crime Branch) બુધવારે કોર્ટમાં રજૂ કર્યો હતો. ક્રાઈમબ્રાન્ચે કાનજીના 7 દિવસના રિમાન્ડ માગ્યા પણ કોર્ટે 2 દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછમાં આ ચકચારી કેસમાં વધુ ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
મુખ્ય આરોપી પોલીસ પકડની બહાર
વડોદરામાં હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસની તપાસ માટે પોલીસ કમિશનરે SITની રચના કરી છે. SITની ટીમ અત્યારે આરોપી અશોક જૈનની તપાસ કરી રહી છે. દિલ્હીની હરિયાણવી યુવતી પર દુષ્કર્મના આરોપની પોલીસ ફરિયાદ 10 દિવસ અગાઉ નોંધાઈ હતી. જોકે, પોલીસ હજી પણ આરોપી અશોક જૈન સાથે બુટલેગર અલ્પુ સિંધીની પણ તપાસ કરી રહી છે. કોર્ટે આરોપી કાનજી મોકરિયાના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે આરોપી કાનજીએ આરોપી રાજુ ભટ્ટને ભગાડવામાં મદદ કરી હતી.