ગુજરાત

gujarat

ETV Bharat / city

Vadodara High Profile Rape Case : પોલીસે 72 સાક્ષીઓ સાથે 350 કરતા વધુ પાનાંની ચાર્જશીટ દાખલ કરી

વડોદરામાં દુષ્કર્મ કેસમાં અશોક જૈન અને રાજુ ભટ્ટ તથા કાનજી મોકરીયા સામે ચાર્જશીટ દાખલ થઈ છે. પોલીસે 100માં દિવસે એટલે કે 27 ડીસેમ્બર 2021ના રોજ કોર્ટમાં આ કેસની (Vadodara High Profile Rape Case) 350 કરતા વધુ પાનાંની ચાર્જશીટ દાખલ (Vadodara Rape case chargesheet 2022) કરી છે.

Vadodara High Profile Rape Case : પોલીસે 72 સાક્ષીઓ સાથે 350 કરતા વધુ પાનાંની ચાર્જશીટ દાખલ કરી
Vadodara High Profile Rape Case : પોલીસે 72 સાક્ષીઓ સાથે 350 કરતા વધુ પાનાંની ચાર્જશીટ દાખલ કરી

By

Published : Jan 1, 2022, 1:00 PM IST

વડોદરાઃ શહેરના નિર્સગ ફ્લેટમાં પીડિતા ઉપર આચરવામાં આવેલા દુષ્કર્મ મામલે (Vadodara High Profile Rape Case) સમગ્ર સમગ્ર રાજ્યમાં ચકચાર મચી હતી. હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં ફરિયાદ નોંધાયા બાદ અશોક જૈન (Rape Accused Ashok Jain) અને રાજુ ભટ્ટ તથા કાનજી મોકરીયા સામે પોલીસે 100માં દિવસે એટલે કે 27 ડીસેમ્બર 2021ના રોજ કોર્ટમાં 350 કરતા વધુ પાનાની ચાર્જશીટ (Vadodara Rape case chargesheet 2022) દાખલ કરી છે. આ ચકચારી હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસની પ્રથમ મુદ્દત આગામી 7મી જાન્યુઆરીના રોજ છે. પોલીસે કોર્ટમાં કરેલી ચાર્જશીટમાં કેટલીક મહત્વની બાબતો જાણવા જેવી છે.

ફરિયાદ શું હતી

તા. 19 સપ્ટેમ્બર 2021ના રોજ પીડિતાએ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે નામાંકિત ચાર્ટડ એકાઉન્ટન્ટ અશોક જૈન (Rape Accused Ashok Jain) અને હેમંત ઉર્ફે રાજુ ભટ્ટ સામે દુષ્કર્મની ફરિયાદ (Vadodara High Profile Rape Case) નોંધાવી હતી. જેમાં પીડિતા સાથે અશોક જૈન અને રાજુ ભટ્ટ દ્વારા બળજબરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની વિગતો સપાટી પર આવી હતી. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં કુલ 72 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. તેમજ આ 72 સાક્ષીઓમાં અલ્પુ સિંધી, પીડિતાની માતા અને ભાઇ તથા બુટલેગર કમલેશ ડાવરને પણ સાક્ષી બનાવવામાં આવ્યાં છે

આગામી 7મી જાન્યુઆરીના રોજ આ કેસની પહેલી મુદત છે

ચાર્જશીટમાં શું છે

ચાર્જશીટમાં (Vadodara Rape case chargesheet 2022) પુરાવારૂપે સીડી અને પેન ડ્રાઇવ પણ સામેલ છે. જેમાં પીડિતાના શરીર પર પહોંચેલી ઇજાના ફોટા સામેલ છે. પરંતુ આ ફોટા 20 સપ્ટેમ્બર એટલે કે, ફરિયાદ (Vadodara High Profile Rape Case) દાખલ થયાના બીજા દિવસના હોવાનું જાણવા મળી રહ્યું છે. જે ફોટા અત્યાર સુધી વાયરલ થયાં છે, તેના સિવાય અન્ય કોઇ ફોટા કે વિડીઓ પુરાવા રૂપે પોલીસ મેળવી શકી નથી. તપાસ દરમિયાન પોલીસે જપ્ત કરેલો કેમેરો એફ.એસ.એલમાં મોકલવામાં આવ્યો હતો. જેના રિપોર્ટમાં કેમેરામાં કોઇ મેમરી કાર્ડ અથવા તો કોઇ ચીપ ન હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ વડોદરા હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસ: ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી રાજુ ભટ્ટને સાથે રાખી ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું

કુલ 72 સાક્ષીઓના નિવેદન નોંધ્યા

પોલીસે આ સમગ્ર મામલાની (Vadodara High Profile Rape Case) તપાસ દરમિયાન કુલ 72 સાક્ષીઓના નિવેદન નોંધ્યા છે. જેમાં પીડિતાના પિતાને સાક્ષી બનાવવામાં આવ્યાં નથી. તથા એક એવી પણ બાબત ચાર્જશીટમાં (Vadodara Rape case chargesheet 2022) સામેલ કરાઇ છે કે, પોલીસ ફરિયાદ થયા બાદ પીડિતાનુ જે નિવેદન લેવામાં આવ્યું છે તે વિપરીત છે. પોલીસ ફરિયાદ પ્રમાણે પીડિતાને રાજુ ભટ્ટ જોડે અશોક જૈને પરિચય કરાવ્યો હોવાનો ઉલ્લેખ છે. જ્યારે કે પીડિતાએ પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં તેણીએ કબુલાત કરી છે કે, તે રાજુ ભટ્ટને અગાઉથી જ ઓળખતી હતી. આમ આ ચકચારી હાઇ પ્રોફાઇલ કેસ ઉપર હવે સૌ કોઇની નજર છે.

આ પણ વાંચોઃ વડોદરા હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસ: આરોપી અશોક જૈન 16 ઓક્ટોબર સુધી રિમાન્ડ પર

આગામી 7મી જાન્યુઆરીના રોજ આ કેસની પહેલી મુદત છે. જેથી કોર્ટ દ્વારા જામીન પર છુટેલા અશોક જૈન (Rape Accused Ashok Jain) અને કાનજી મોકરીયાને (Rape Accused Kanji Mokriya) કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવશે. જ્યારે સેન્ટ્રલ જેલમાં રહેલા રાજુ ભટ્ટને (Rape Accused Ashok Jain) પણ કોર્ટમાં લઇ આવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details