ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાની ગેસ કંપનીએ કર્યો ભાવવધારો, ગ્રાહકોને દાઝ્યા પર ડામ - gas customer

વડોદરામાં ગેસ લિમિટેડ કંપનીએ ગેસના ભાવમાં પ્રતિ યુનિટ 3 રૂપિયાનો ભાવવધારો કર્યો (vadodara gas limited hike price) છે. ત્યારે હવે ગ્રાહકોને ફરી દાઝ્યા પર ડામ લાગ્યો છે. જોકે કંપની ઓછા પૈસા વસૂલતી (Adani Gas) હોવાનો દાવો કર્યો હતો.

વડોદરાની ગેસ કંપનીએ કર્યો ભાવવધારો, ગ્રાહકોને દાઝ્યા પર ડામ
વડોદરાની ગેસ કંપનીએ કર્યો ભાવવધારો, ગ્રાહકોને દાઝ્યા પર ડામ

By

Published : Sep 21, 2022, 12:03 PM IST

વડોદરાગેસ લિમીટેડ કંપનીએ ગેસના ભાવમાં વધારો કરવાનો નિર્ણય (vadodara gas limited hike price) કર્યો છે. તેના કારણ હવે ગ્રાહકોની (gas customer) મુશ્કેલીમાં વધારો (inflation rise) થશે તે નક્કી છે. કારણ કે, કંપનીએ ગેસના ભાવમાં પ્રતિ યુનિટ 3 રૂપિયાનો વધારો ઝિંક્યો છે. બીજી તરફ અદાણી ગેસની (Adani Gas) સરખામણીએ ગુજરાત ગેસ દ્વારા ઓછા પૈસા વસૂલવામાં આવતો હોવાનો દાવો પણ કંપનીએ કર્યો છે.

અન્ય કંપની કરતા ભાવ ઓછો હોવાનો કંપનીનો દાવો

જાણી લો નવો ભાવ વડોદરા ગેસ લિમિટેડ (vadodara gas limited hike price) દ્વારા શહેરમાં 2,00,000થી વધુ રહેણાંક એકમોમાં પાઈપ્ડ ગેસ (gas pipeline connection in vadodara) પહોંચાડવામાં આવે છે. કંપનીએ આ અંગે જણાવ્યું હતું કે, હાલમાં ઘરેલુ ગેસના ભાવમાં પ્રતિ યુનિટ 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગ્રાહકો અત્યાર સુધી 47.20 રૂપિયા પ્રતિ યુનિટ ટેક્સ સાથે ચૂકવતા હતા. તેના બદલે હવે નવો ભાવ 50.60 રૂપિયા ચૂકવવાનો રહેશે.

અન્ય કંપની કરતા ભાવ ઓછો કંપનીએ એ પણ દાવો કર્યો હતો કે, અન્ય કંપનીની સરખામણીએ તેમના દ્વારા ઓછો ભાવ વસૂલવામાં આવે છે. જ્યારે અદાણી ગેસ (Adani Gas) દ્વારા પ્રતિ યુનિટ ટેક્સ સાથે 62.30 રૂપિયા વસૂલવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details