- વડોદરા ગેંગરેપ-આત્મહત્યા કેસમાં 2 નરાધમને શોધવા 5 એજન્સી કામે લાગી
- વેક્સિન ઇન્સ્ટીટ્યૂટ વિસ્તારના CCTV મેળવવાની કાર્યવાહી શરૂ
- ઘટના સ્થળનું ડોગ સ્કોડ સાથે કરાયું ચેકીંગ, પોલીસ દ્વારા 400 CCTV ચેક કરાયા
વડોદરા: વલસાડ ટ્રેનમાં યુવતીએ ચાર નવેમ્બરના રોજ આત્મહત્યા (vadodara student suicide) કર્યો હતો. 29 નવેમ્બરના રોજ વડોદરામાં તેના પર દુષ્કર્મ થયું હતું, તે અંગે તપાસ ચાલી રહી છે. આ યુવતી નિયમિત રીતે ડાયરી લખતી હતી. તે ડાયરીમાં તેણે પોતાના પર દુષ્કર્મ થયું હોવાનો ઉલ્લેખ કર્યા બાદ આત્મહત્યા (Vadodara gangrape-suicide case ) કરતા પોલીસ પણ દોડતી થઈ ગઇ છે. જો કે મેડિકલ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ આ મામલે વધુ ખુલાસો થશે.
વડોદરા ગેંગરેપ-આત્મહત્યા કેસ: વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનારા નરાધમને શોધવા 5 એજન્સી કામે લાગી તેણે યુવતીને જોઈ ત્યારે તે અર્ધનગ્ન હાલતમાં હતી
વડોદરામાં નોકરી કરતી અને ટ્રેનમાં આપઘાત કરતી યુવતીના કેસમાં તપાસના ધમધમાટમાં યુવતીને જોનારા એક બસ ડ્રાઈવરની પણ વડોદરામાં પોલીસે પૂછપરછ કરી છે. વડોદરામાં જ્યારે રેલવે પોલીસે તપાસ કરી ત્યારે તેને સાથે રાખીને પોલીસે તપાસ કરી હતી. આ શખ્સે જણાવ્યું હતું કે, 'જ્યારે તેણે યુવતીને જોઈ ત્યારે તે અર્ધનગ્ન હાલતમાં હતી.
નરાધમને શોધવા 5 એજન્સી કામે લાગી પરંતુ તેની મિત્રએ ફરીયાદ કરવાની ના પાડી દીધી
જો કે આ યુવતીને નજરે જોનાર બસ ડ્રાઇવર કાનજી ખાતની પણ પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેના પર યુવતીએ મદદ કરવા જતા જીવનું જોખમ છે, વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે તેેણે યુવતીને જોઈ હતી ત્યારે તે અર્ધનગ્ન હાલતમાં હતી. બાદમાં તેની મિત્રને જાણ કરવામાં આવતા તે પણ ત્યાં આવી પહોંચી હતી અને તેને પણ આ બનાવની જાણ કરી હતી. જો કે તેની સ્ત્રી મિત્રને આ ઘટનાની જાણ થતાં જ કાનજીએ આ મામલે પોલીસને જાણ કરવાનું કહ્યું હતું કે પોલીસ ફરિયાદ કરવામાં આવે, પરંતુ તેની મિત્રએ ફરીયાદ કરવાની ના પાડી દીધી હતી. જેથી પીડિતા મુંઝવણમાં મૂકાઈ ગઇ હતી. હાલમાં પોલીસ દ્વારા કાનજીને સાથે રાખીને સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:નવસારીની યુવતી પર દુષ્કર્મ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ, મૃતદેહ અને ડાયરી મળ્યા બાદ થયા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:ડાયરીમાં બંધ રહસ્ય ખુલ્યું: દિવાળીની વહેલી સવારે ટ્રેનમાં મળેલ મૃતક યુવતી સાથે વડોદરામાં 2 લોકોએ આચર્યુ હતું દુષ્કર્મ